Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતી યોજાઈ:લક્ષ્મણ હોલમાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ; ધારાસભ્ય, મેયર સહિતના અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 4, 2026 👁 4 views
નવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતી યોજાઈ:લક્ષ્મણ હોલમાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ; ધારાસભ્ય, મેયર સહિતના અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા અને 'સ્વરાજ' શબ્દ આપનાર દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિ નવસારીમાં ભાવભેર ઉજવાઈ હતી. નવસારી મહાનગરપાલિકા અને દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિના સંયુક્ત ઉપક્રમે લક્ષ્મણ હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દાદાભાઈ નવરોજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. યુવા પેઢીને પ્રેરણા લેવા હાકલ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ દાદાભાઈ નવરોજીના રાષ્ટ્રપ્રેમ, આર્થિક રાષ્ટ્રવાદના સિદ્ધાંતો અને આઝાદીની લડતમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે યુવા પેઢીને તેમના વિચારો અને આદર્શોમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના વિચારો અને સંદેશાઓ રજૂ કર્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના માહોલથી છવાઈ ગયું હતું. રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત આ કાર્યક્રમમાં નવસારીના મેયર અશોક ધોરાજીયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાલાલ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન મુકેશ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. ઉપરાંત સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિના ચેરમેન પ્રોફેસર જશુભાઈ એમ. નાયક, રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડૉ. ધર્મેશ કાપડિયા, મનપા સાંસ્કૃતિક વિભાગના ચેરમેન પરેશ ભારતીયા સહિત શિક્ષકો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહાન સ્વાતંત્ર્ય સેનાનીનું પ્રારંભિક જીવન 'હિંદના દાદા' તરીકે ઓળખાતા દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર 1825ના રોજ નવસારીના પારસી પરિવારમાં થયો હતો. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ત્યાં ગણિત અને કુદરતી ફિલસૂફીના પ્રોફેસર બનનાર પ્રથમ ભારતીય બન્યા હતા. તેમણે કન્યા કેળવણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સામાજિક જાગૃતિ માટે 1851માં 'રાસ્ત ગોફતાર' નામનું ગુજરાતી સાપ્તાહિક શરૂ કર્યું હતું. બ્રિટિશ સંસદના પ્રથમ ભારતીય MP દાદાભાઈ નવરોજી 1892માં બ્રિટનની ફિન્સબરી સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી જીતીને બ્રિટિશ 'હાઉસ ઓફ કોમન્સ'ના પ્રથમ ભારતીય અને એશિયાઈ સાંસદ બન્યા હતા. તેમણે બ્રિટિશ સંસદમાંથી ભારતીય પ્રજાના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેમણે પોતાના પુસ્તક 'Poverty and Un-British Rule in India' માં 'ડ્રેઇન ઑફ વેલ્થ' સિદ્ધાંત આપીને બ્રિટિશરોના આર્થિક શોષણનો પર્દાફાશ કર્યો હતો. સ્વરાજનો નારો અને કોંગ્રેસનું નેતૃત્વ તેઓ 1885માં સ્થપાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા અને ત્રણ વખત રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સેવા આપી હતી. વર્ષ 1906ના કલકત્તા અધિવેશનમાં તેમના પ્રમુખપદ હેઠળ કોંગ્રેસે સત્તાવાર રીતે 'સ્વરાજ'નું લક્ષ્ય મૂક્યું હતું. મહાત્મા ગાંધી અને ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા દિગ્ગજ નેતાઓ પણ દાદાભાઈ નવરોજીને પોતાના માર્ગદર્શક માનતા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan