Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

આક્ષેપ:ઈલોલ પં.માં OBC સમાજને રોસ્ટર મુજબ અનામત બેઠક ફાળવાઈ નથી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
આક્ષેપ:ઈલોલ પં.માં OBC સમાજને રોસ્ટર મુજબ અનામત બેઠક ફાળવાઈ નથી
હિંમતનગરના ઈલોલમાં પંચાયતની ચૂંટણીમાં OBC અનામત બેઠકની ફાળવણીને લઈને વિવાદ સર્જાયો છે. છેલ્લા 30 વર્ષથી ગ્રામ પંચાયતમાં OBC સમાજને રોસ્ટર મુજબ અનામત બેઠક ન ફાળવાતી હોવાના ગંભીર આક્ષેપ સાથે ઈલોલના અગ્રણી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરાઈ છે. ઈલોલના રહેવાસી રાઠોડ હિંમતસિંહ પરબતસિંહ દ્વારા કલેક્ટરને કરાયેલી લેખિત અને મૌખિક રજૂઆત મુજબ, ગામમાં OBC સમાજના 1500 થી વધુ મતદારો હોવા છતાં, વર્ષ 1996થી આજ દિન સુધી સમાજને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ વખતે રોસ્ટર લિસ્ટ પ્રમાણે ઈલોલ ગ્રામ પંચાયતમાં OBC ની સીટ જ આવતી હતી. પરંતુ અંતિમ સમયે તેને બદલીને સામાન્ય સ્ત્રી સીટ કરી દેવાઈ છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવતા અરજદારે માંગ કરી છે કે વર્ષ 1996 થી અત્યાર સુધીના તમામ ચૂંટણી રોસ્ટર રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. કયા વર્ષમાં કઈ કેટેગરીને અનામત બેઠક ફાળવવામાં આવી તેની સંપૂર્ણ વિગતો જાહેર કરાય. આ ઉપરાંત, વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા અને વર્તમાન કાયદાકીય જોગવાઈઓના આધારે અનામત બેઠક ફાળવાઈ છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. અરજદાર અને સ્થાનિકોએ જિલ્લા વહીવટી તંત્ર પાસે આ મામલે તાત્કાલિક તપાસ કરે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan