top
ઓલપાડમાં પાણી બાબતે બોલાચાલી હિંસામાં ફેરવાઈ, લાકડાં લઈને મારવા પહોંચ્યા લોકો
સુરતના ઓલપાડમાં પાણી બાબતે થયેલી બોલાચાલી એટલી ઉગ્ર બની કે બે પક્ષો સામસામે આવી ગયા હતા. ઓલપાડના ગામમાં બે પક્ષ વચ્ચે થયેલી મારામારીના વીડિયો સામે આવ્યા છે. પાણી બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે મારામારીમાં થઈ ગઈ. એક પક્ષના લોકો બીજા પક્ષના ઘરે લાકડાના સપાટા લઈને તૂટી પડ્યા. મહિલાઓ અને યુવતીઓ પણ હાથાપાઈ કરતી નજરે પડી. ઘરમાં ઘૂસીને મારામારી અને રસ્તા પર થયેલી બબાલના વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ ઓલપાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on News18 Gujarati