Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ઓપરેશન સિંદૂર પર અજીત ડોભાલે પહેલીવાર કહ્યું - ભારત સખત પ્રહાર કરી શકે છે, પછી ભલે પરિણામ ગમે તે હોય

📰 The Indian Express 🕐 1 min read 📅 August 14, 2026 👁 7 views
ઓપરેશન સિંદૂર પર અજીત ડોભાલે પહેલીવાર કહ્યું - ભારત સખત પ્રહાર કરી શકે છે, પછી ભલે પરિણામ ગમે તે હોય
Ajit Doval on Operation Sindoor : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલે ભારતની જોખમ ઉઠાવવાની ક્ષમતા અને સહનશીલતા પર વાત કરી હતી. ઓપરેશન સિંદૂર વિશે પ્રથમ વખત બોલતા તેમણે કહ્યું કે ભારતની ઉદારતા અને સહનશીલતાને નબળાઈ સમજવી જોઈએ નહીં. ભારત પાસે જોખમ ઉઠાવવાની ક્ષમતા છે અને પરિણામ ગમે તે આવે તો પણ ભારત જોરદાર પ્રહાર કરી શકે છે. ડિસ્કવરી પર આગામી ડોક્યુમેન્ટરી સિરીઝ 'ડિક્લાસિફાઇડ: ઓપરેશન સિંદૂર'માં બોલતા એનએસએએ કહ્યું કે આ 88 કલાકના સૈન્ય અભિયાનનો હેતુ આતંકવાદીઓના કેમ્પને નષ્ટ કરવાનો હતો, ખાસ કરીને તે કેમ્પોને જે પહેલગામ આતંકી હુમલા માટે જવાબદાર હતા. આ ઓપરેશનનો હેતુ દુશ્મનની છાવણીઓને નષ્ટ કરવાનો હતો: એનએસએ સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અજિત ડોભાલે 'ઓપરેશન સિંદૂર' પછી તેમના પ્રથમ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે ઓપરેશનનો હેતુ દુશ્મનના કેમ્પોને નષ્ટ કરવાનો નક્કી કર્યો હતો, ખાસ કરીને તે કેમ્પો જે પહેલગામ હુમલા માટે જવાબદાર હતા. તેમણે કહ્યું કે દુનિયા માટે બિલકુલ સ્પષ્ટ સંદેશ છે કે ભારતની ઉદારતા અને સહનશીલતાને કમજોરી ના સમજે. ભારત જોખમ લઈ શકે છે અને સખત પ્રહાર કરી શકે છે, પછી ભલે પરિણામો ગમે તે હોય. ડિસ્કવરીએ ડોક્યુમેન્ટરી બનાવી ડિસ્કવરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બે ભાગની ડોક્યુમેન્ટરી સિરીઝ ભારતના સૈન્ય અને રાષ્ટ્રીય સુરક્ષા નેતૃત્વને એકસાથે દેખાડશે અને 'ઓપરેશન સિંદૂર'ની આસપાસના નિર્ણયો અને ઘટનાઓને સમજાવશે. તેમાં લોકોના અનુભવ પણ સામેલ છે જેમણે ભારતની પ્રતિક્રિયા મહત્વની ભૂમિકા ભજવી હતી. આ શો એનએસએના નિર્ણયો અને લશ્કરી કાર્યવાહી પાછળના નિશ્ચય વિશે વાત કરે છે. "ડિક્લાસિફાઇડ: ઓપરેશન સિંદુર" નું પ્રીમિયર શનિવારે રાત્રે 9 વાગ્યે ડિસ્કવરી અને ઓનલાઇન સ્ટ્રીમિંગ પર જોઈ શકાશે. ઓપરેશન સિંદૂર ક્યારે કર્યું હતું? ગયા વર્ષે 6 અને 7 મે ની મધ્યરાત્રિએ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવાનો હતો. આ અંતર્ગત ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં હાજર ઘણા આતંકી કેમ્પો પર સચોટ હુમલા કર્યા હતા. વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારે 40 સવાલોની યાદી જાહેર કરી, જાણો શું-શું પ્રશ્નો કરવામાં આવશે બાદમાં જ્યારે પાકિસ્તાને પણ ભારત પર હુમલા શરૂ કર્યા ત્યારે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે તમામ જવાબી હુમલા પણ કરવામાં આવ્યા હતા. પરમાણુથી સજ્જ બંને પડોશી દેશો વચ્ચેની લડાઈ લગભગ 88 કલાક સુધી ચાલી હતી અને ત્યારબાદ 10 મે ની સાંજે પાકિસ્તાનની વિનંતી બાદ એક સમજૂતી થઈ હતી અને લડાઈ બંધ થઈ ગઈ હતી.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan