Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

'બોસ' સ્કેમનો પર્દાફાશ, પાકિસ્તાન-ચીનના કોલ સેન્ટરનું કનેક્શન ખુલ્યું:સાયબર ફ્રોડ કરનારને વોટ્સએપ એકાઉન્ટ પૂરું પાડનાર બે ઝડપાયા, સિમ કાર્ડના OTPએ ખેલ ખોલ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 18, 2026 👁 3 views
'બોસ' સ્કેમનો પર્દાફાશ, પાકિસ્તાન-ચીનના કોલ સેન્ટરનું કનેક્શન ખુલ્યું:સાયબર ફ્રોડ કરનારને વોટ્સએપ એકાઉન્ટ પૂરું પાડનાર બે ઝડપાયા, સિમ કાર્ડના OTPએ ખેલ ખોલ્યો
સાયબર ગઠિયાઓએ કંપનીના બોસ બનીને કંપનીના કર્મચારીઓ પાસેથી લાખો ટ્રાન્સફર કર્યાના કિસ્સા સામે આવ્યા હતા. એવા જ એક કેસની તપાસ દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઈમે ફ્રોડ કરનાર ગેંગને વોટ્સએપ એકાઉન્ટ માટે મોબાઇલ નંબર આપનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ દેશભરના અનેક સાયબર ફ્રોડ કરનાર આરોપીઓને 4500 સિમ કાર્ડ પરના OTP વોટ્સએપ માટે આપ્યા હતા. આરોપીઓએ જે સાયબર ફ્રોડ કરનારને OTP આપ્યા હતા તેમાંથી કેટલાક કોલ સેન્ટર પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલતા હોવાનું પણ ખુલ્યું છે.આ કેસમાં હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આગામી દિવસમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. RBIના નામે જીપ ફાઈલ આવી હતી સાયબર ક્રાઈમમાં 23 જૂને એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ખાનગી કંપનીના માલિકના ફોન ઉપર એક અજાણ્યા નંબર પરથી RBIના નામે જીપ ફાઈલ આવી હતી. કંપનીના માલિકે ફાઈલ ડાઉનલોડ કરીને જોઈ તો કંપનીના ખોટા ટ્રાન્જેક્શનની એક્ટિવિટી થયાની માહિતી હતી. ત્યારબાદ કંપની માલિકનું નામ અને ફોટાનો ઉપયોગ કરીને એકાઉન્ટન્ટને વોટ્સએપમાં મેસેજ આવ્યો અને એકાઉન્ટ પાસેથી 1.5 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. બે આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી સાયબર ક્રાઇમની ટીમે ફોન નંબરના આધારે સંકળાયેલા સીમકાર્ડ અને મોબાઈલ ડિવાઇસની માહિતી મેળવીને ટેકનિકલ એનાલિસિસ કરીને ઇમરાન અલી પીયાદા અને ઇન્જામુલ મોલ્લાની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી. બંનેની ઉંમર 25થી 30 વર્ષની છે. આરોપી ઇમરાન BA ગ્રેજ્યુએટ છે અને હાલમાં તે ટેલિકોમ સર્વિસમાં કામ કરે છે. બીજો આરોપી ઇન્જામુલે પણ BA થયેલો છે. ડમી સીમકાર્ડમાથી OTP આપીને વેચતા બંને આરોપીઓ ભેગા મળીને સાયબર ફ્રોડ કરનાર આરોપીઓને મદદ કરતા હતા. જ્યારે કોઈ ગ્રાહક સીમકાર્ડ લેવા આવે ત્યારે ગ્રાહકની જાણકારી અને તેના નામનું બીજું સીમકાર્ડ પણ એક્ટિવ કરાવી લેતા હતા. ડમી સીમકાર્ડ પોતાના ફોનમાં એક્ટિવ કરીને સાઇબર ફ્રોડ કરનારને તે નંબર આપતા. એજ નંબર પરથી ફ્રોડ કરનાર વોટ્સએપ એકાઉન્ટ શરૂ કરે, ત્યારે બંને આરોપી ઓટીપી આપતા. આ ઉપરાંત ઈ કોમર્સ એપ્લિકેશન Amazon, Flipkart સહિતના ઓનલાઇન ગેમિંગ એપ્લિકેશન માટે પણ ડમી સીમકાર્ડમાથી OTP આપીને વેચતા હતા. 21000 OTPથી 21 લાખની કમાણી કરી આરોપીઓએ અત્યાર સુધીમાં ઈ કોમર્સ ઓનલાઈન ગેમિંગ માટે કુલ 21,000 OTP આપ્યા હતા, જેની સરેરાશ કિંમત રૂ.100 રહેતી એટલે કે આરોપીઓએ 21 લાખની કમાણી કરી. જ્યારે વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવ કરવા માટે આરોપીઓએ 900 ઓટીપી આપ્યા, જે રૂ.250માં વેચતા હતા, જેનાથી આરોપીઓએ 2.25 લાખથી વધુની આવક કરી હતી. આ ઉપરાંત આરોપીઓ સાયબર ફ્રોડ થાય ત્યારે કમિશન મેળવતા હતા. કંપનીના બોસનો ફોટો લગાવી પૈસા માટે મેસેજ કરતા આરોપીઓ વોટ્સએપ નંબર શરૂ કરીને સાયબર ફ્રોડ કરનારને આપતા. ત્યારબાદ ફ્રોડ કરનાર અલગ અલગ વોટ્સએપ નંબર પરથી RBI કે અન્ય બેન્કના નામે મોટી કંપનીના માલિકોને ટાર્ગેટ કરતાં. બેંક સંબંધિત કામ માટે મેસેજ કરી APK અથવા ઝીપ ફાઈલ મોકલતા હતા. આ ફાઈલ ડાઉનલોડ કરતા કંપનીના માલિકનો ફોન હેક કરીને કર્મચારી, મેનેજર કે એકાઉન્ટન્ટનો કોન્ટેક મેળવી લેતાં. આ ઉપરાંત કંપનીના માલિકનો પર્સનલ ફોટો ઉઠાવી લેતાં. કંપનીના એકાઉન્ટન્ટને સીધો મેસેજ કરતા. વોટ્સએપ ડીપીમાં બોસનો ફોટો અને નામ લખતા, જેથી કર્મચારી કે એકાઉન્ટન્ટ બોસે જ મેસેજ કર્યો હોય તેવું સમજી પૈસા પણ ટ્રાન્સફર કરી દેતા હતા. ચીન અને પાકિસ્તાન સાથે આરોપીઓનું કનેક્શન પકડાયેલા આરોપીઓ સીમકાર્ડ પર આવેલા OTP ખરીદ વેચાણનું જ કામ કરતા હતા. ખરીદ વેચાણ માટે તેને વોટ્સએપમાં ગ્રુપ પણ બનાવ્યા હતા. આરોપીઓ પાસેથી સાયબર ફ્રોડ કરનાર અનેક કોલ સેન્ટર ચલાવનાર લોકોએ OTP ખરીદ્યા છે. જેનું કનેક્શન ચીન અને પાકિસ્તાન સુધી જોડાયેલું છે. આરોપીઓએ જે નંબર એક્ટિવેટ કરાવ્યા, તેની સામે દેશભરમાં 251 ફરિયાદ થઈ છે. માલવેર ચીન સાથે સંકળાયેલા સાયબર ગુનેગારોએ વિકસાવ્યા હોવાની શંકા છે. જેનો ઉપયોગ પાકિસ્તાનના ઇસ્લામાબાદના કોલ સેન્ટર મારફતે ભારતીય નાગરિકોને નિશાન બનાવી કરવામાં આવતો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન 10,000થી વધુ મોબાઈલ ફોન, લેપટોપ સહિતના ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ થયાનું સામે આવ્યું છે. જેને હાલ પોલીસે રેસ્ક્યુ કરીને તમામ ડિવાઇસ સુરક્ષિત કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan