top
પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ કિશોરના મોતનો મામલો:ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાયસન્સ વગર ધમધમતી સાગર હોટલ તાત્કાલિક અસરથી બંધ કરાવી
ભરૂચ જિલ્લાના પાલેજમાં આમલી સ્ટેન્ડ નજીક આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ પટેલ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 14 વર્ષીય કિશોર પૂર્વ કુમારનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટલની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે. લાયસન્સ વગર ચાલતી સાગર હોટલ સામે કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની ટીમે સાગર હોટલ ખાતે તપાસ કરતાં હોટલ પાસે જરૂરી ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. નિયમોના ઉલ્લંઘન બદલ હોટલ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી અને હોટલને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી છે. બગડેલો ખોરાક સ્થળ પર જ નાશ કરાયો તપાસ દરમિયાન હોટલમાંથી બગડેલી હાલતમાં રહેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. માનવ વપરાશ માટે અયોગ્ય જણાયેલા આ ખાદ્ય પદાર્થોનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સ્થળ પર જ નાશ કરી નિકાલ કર્યો હતો. કિશોરના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ 14 વર્ષીય કિશોરના મોતનું ચોક્કસ કારણ માત્ર ફૂડ પોઈઝનિંગ છે કે અન્ય કોઈ પરિબળ જવાબદાર છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. પોલીસ, આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. ખોરાકમાં દૂષિત તત્વો, બગડેલા ખાદ્ય પદાર્થો, વપરાયેલું પાણી અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. મૃતક કિશોરના પરિવારમાં શોક, તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કિશોરના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે, જ્યારે સમગ્ર પંથકમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બિનલાયસન્સ અને બિનઆરોગ્યપ્રદ રીતે ખાણીપીણીનો વ્યવસાય કરતા સંચાલકો સામે તંત્ર વધુ કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.
Read full article on Divya Bhaskar