Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પાલિકા કચેરીમાં જ રખડતાં પશુઓનો ‘રાજ’!:શહેરને રખડતાં પશુઓથી મુક્ત કરવાના દાવા વચ્ચે પાલિકા કચેરીમાં જ આખલા-પશુઓના બિન્દાસ આંટાફેરા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 18, 2026 👁 3 views
પાલિકા કચેરીમાં જ રખડતાં પશુઓનો ‘રાજ’!:શહેરને રખડતાં પશુઓથી મુક્ત કરવાના દાવા વચ્ચે પાલિકા કચેરીમાં જ આખલા-પશુઓના બિન્દાસ આંટાફેરા
વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં રખડતાં પશુઓ અને આખલાઓનો આતંક શહેરીજનો માટે વર્ષોથી કાયમી ફરિયાદ બની ગયો છે. શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં રખડતાં પશુઓના ટોળાં અવારનવાર જોવા મળે છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે. પરંતુ હવે આ સમસ્યાએ એવી હદ વટાવી છે કે, શહેરમાંથી રખડતાં પશુઓને દૂર કરવાની જવાબદારી ધરાવતી પાલિકાની કચેરીમાં જ પશુઓ બિન્દાસ આંટાફેરા કરતા જોવા મળ્યા છે. વેરાવળ પાલિકા કચેરીના પરિસરમાં રખડતાં પશુઓ ઘૂસી જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પશુઓ કચેરી પરિસરમાં બિન્દાસ ફરતા જોવા મળે છે. એટલું જ નહીં, કચેરી પરિસરમાં મળમૂત્ર પણ કરતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેના કારણે પાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરની રખડતાં પશુઓની સમસ્યા દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. પશુઓને પકડવાની કામગીરી, રસ્તાઓ પરથી પશુઓને દૂર કરવા સહિતની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા વાત કરવામાં આવે છે. જોકે, પાલિકાની પોતાની કચેરી જ જો રખડતાં પશુઓથી સુરક્ષિત ન રહી શકે તો શહેરની શેરીઓ અને માર્ગો પરથી પશુઓને દૂર કરવાની કામગીરી કેટલી અસરકારક છે તે અંગે હવે શહેરીજનોમાં ચર્ચા શરૂ થઈ છે. પાલિકા કચેરીમાં ચીફ ઓફિસર, પ્રમુખ સહિતના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બેસે છે. શહેરની સમસ્યાઓના ઉકેલ માટે અહીં બેઠકો યોજાય છે અને નિર્ણયો લેવામાં આવે છે. પરંતુ જે કચેરીમાંથી શહેરના રખડતાં પશુઓની સમસ્યાના ઉકેલ માટે આયોજન થવું જોઈએ, એ જ કચેરીના પરિસરમાં પશુઓનો મુક્ત વિહાર જોવા મળતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોનો સવાલ છે કે પાલિકા કચેરી જ રખડતાં પશુઓથી મુક્ત ન હોય તો શહેરના રસ્તાઓ પરથી પશુઓનો ત્રાસ ક્યારે દૂર થશે રખડતાં પશુઓના કારણે અકસ્માત સર્જાય અથવા કોઈ વ્યક્તિને ઈજા થાય ત્યારબાદ જ તંત્ર જાગશે કે પછી અગાઉથી કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવશે? દરમિયાન પાલિકા કચેરીમાં રખડતાં પશુઓના આંટાફેરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે માત્ર દાવા નહીં, પરંતુ અસરકારક અને સતત કામગીરી કરવાની શહેરીજનો માંગ કરી રહ્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan