Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

પાલિકાની વધુ એક સભા મુલતવી:બોર્ડ બન્યા બાદ વિકાસના કામો અને ચર્ચા અંગે એક પણ સભા મળી નથી, શોકદર્શક ઠરાવ એ સત્તા પક્ષનું સૌથી મોટું હથિયાર બન્યું હોવાના આક્ષેપ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
પાલિકાની વધુ એક સભા મુલતવી:બોર્ડ બન્યા બાદ વિકાસના કામો અને ચર્ચા અંગે એક પણ સભા મળી નથી, શોકદર્શક ઠરાવ એ સત્તા પક્ષનું સૌથી મોટું હથિયાર બન્યું હોવાના આક્ષેપ
વડોદરા મહાનગરપાલિકાની આજે બે સામાન્ય સભા યોજવામાં આવી હતી જો કે પાલિકાના એક પૂર્વ કાઉન્સિલરના નિધનના કારણે સભામાં શોક ઠરાવ કરી બંને સભા મુલતવી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાલિકામાં ભાજપનું નવું બોર્ડ બન્યા બાદ શહેરના વિકાસલક્ષી કામો તેમજ સમસ્યાઓની ચર્ચા માટે એક પણ સભા મળી નથી. ત્યારે આજે સભા મુલતવી થતાં વિપક્ષે નારાજગી વ્યક્ત કરી હતી. હાલ સુધી 6 સભા મુલતવી વડોદરા મહાનગરપાલિકામાં નવા બોર્ડની રચના મે મહિનામાં થઈ ગઈ હતી. ભાજપે સત્તા હાંસલ કર્યા બાદ પદાધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી હતી જોકે ત્યારબાદ શહેરના વિકાસ તેમજ ચર્ચા માટે એક પણ સામાન્ય સભા યોજવામાં આવી નથી. અગાઉ શોક દર્શક ઠરાવ પ્રસ્તુત કરીને સભા મુલતવી કરાઈ હતી જે બાદ પેટાચૂંટણીના કારણે આચાર સંહિતા લાગુ થઈ ગઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાલ સુધીમાં 6 સભા મુલતવી કરવામાં આવી છે. એની સ્થળોએ શોક દર્શક ઠરાવ કરી, મૌન પાળીને 10 મિનિટ બાદ સભા શરૂ કરવામાં આવે છે પરંતુ વડોદરા જ એક એવું છે જેમાં સભાઓ મુલતવી કરવામાં આવી રહી છે. સત્તા પક્ષ પાસે સભા મુલતવી કરવાનું સૌથી મોટું હથિયાર કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધીશો પાસે શોક દર્શક ઠરાવ એ સૌથી મોટો હથિયાર બની ગયું છે અને તેને આગળ ધરીને સભા મુલતવી કરવામાં આવી છે. સત્તા પક્ષી નો વિકાસ કર્યો હોય તો ચર્ચાથી કેમ ડરે છે? તેઓ આક્ષેપ પણ તેઓએ કર્યો હતો. વડોદરા શહેરમાં હાલમાં લોકો અનેક સમસ્યાઓથી પરેશાન થયા છે ત્યારે સત્તા પક્ષ માત્રને માત્ર તેઓના માનીતાઓને આગળ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ એમ પણ જણાવ્યું હતું કે સત્તાપક્ષ વિપક્ષના સવાલોના જવાબ આપવા ડરતું હોય તેમ લાગી રહ્યું છે. ટેક્ષ ભરનાર પ્રજાને સવાલોના જવાબ નથી મળતા વિપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ્ય જણાવ્યું હતું કે, પ્રજા ટેક્સ ભરે છે પરંતુ તેમને તેઓના સવાલોનો જવાબ નથી મળતો, તેઓની સમસ્યાઓનો હલ પણ નથી મળી રહ્યો. સત્તા પક્ષ વિપક્ષનો અવાજ દબાવવાનું કામ કરે છે. અમને સભામાં બોલવા નથી દેતા. અમે જાહેરમાં પણ લોકોની સુખાકારી માટે અવાજ ઉઠાવીએ છીએ પરંતુ મહાનગરપાલિકા પાસે જે સવાલોના જવાબ માંગવાના છે તે સભામાં જ મળે છે. અને સભાઓ આ જ રીતે મુલતવી કરવામાં આવશે તો લોકોને પોતાની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે મળશે? તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે આજે બે સભા હતી તો એક સભા મુલતવી કરી બીજી સભા ચાલુ રાખી શક્યા હોત પરંતુ તેવું થયું નથી. હવે 13 ઓગસ્ટે સભા મળશે મહાનગરપાલિકાની બંને સભા મુલતવી કર્યા બાદ હવે આગામી સભા 13 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે. આ દિવસે પણ બે સભા યોજવામાં આવશે. જેમાં એજન્ડા ઉપર મુકાયેલા કામો ઉપર નિર્ણય લેવામાં આવશે ઉપરાંત ચર્ચાનું સેશન પર રાખવામાં આવ્યું છે. હાલ તો આજે સભા મુલતવી કરાતા અનેક નગરસેવકોના મનમાં પણ કચવાટ જોવા મળી રહ્યો હતો. માત્ર વિપક્ષ જ નહીં સત્તાધારી પક્ષ કે જો પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા છે તેઓ પણ સભામાં પોતાના પ્રશ્નો મૂકવા માટે આવ્યા હતા પરંતુ તેઓને મોકો જ મળ્યો ન હતો. અનેક સભ્યો પોતાની રીતે તૈયારીઓ કરીને આવ્યા હતા પરંતુ સભા મુલતવી કરાતા તેઓએ વિલા મોંએ પાછા ફરવું પડ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan