crime
પાલનપુર:શક્તિનગરથી અંબાજી રોડને જોડતા માર્ગ ઉપર પડેલું ગાબડું પુરી દેવાયું
પાલનપુર શક્તિનગરથી અંબાજી હાઈવેને જોડતા માર્ગ ઉપર ભારે વાહન પસાર થતાં ગાબડું પડી ગયું હતુ. જેથી બાળકો અને સ્થાનિક રહિશોને બજારમાં આવવા પાંચ કિલોમીટરનું ચક્કર કાપવું પડી રહ્યું હતુ. આ અંગેના અહેવાલ બાદ નગરપાલિકા દ્વારા સમારકામ કરી રોડ પુન: શરૂ કરવામાં આવ્યો છે. પાલનપુર શક્તિનગરથી સોસાયટીથી અંબાજી હાઈવેને જોડતા મુખ્ય માર્ગ ઉપર ભારે વાહન પસાર થતાં 15 દિવસ અગાઉ રોડ ઉપર બનાવેલી ગટર ઉપરનો સ્લેબ તૂટી જતાં મોટું ગાબડું પડી ગયું હતુ. આથી રસ્તો બંધ થતાં બાળકોને શાળાએ જવા માટે પાંચ કિલોમીટરનું ચક્કર કાપવું પડી રહ્યું હતુ. આસોપાલવ, શક્તિનગર, ભાગ્ય સોસાયટી તેમજ નાળાની પેલી સાઈડ મલબાર, ગોકુળ સહિતની સોસાયટીઓના રહિશોને શહેરમાં આવવાનો આ મુખ્ય માર્ગ હોવાથી મુશ્કેલીઓ પડતી હતી. આ અંગેના અહેવાલ બાદ નગરપાલિકા દ્વારા રોડનું સમારકામ કરાયું છે. બાંધકામ એન્જિનિયરે જણાવ્યું હતુ કે, ગાબડું પુરી ઉપર સિમેન્ટનો નવો સ્લેબ ભરવામાં આવ્યો છે. ભારે વાહન ચાલે તો પણ હવે કોઇ નુકશાન થાય તેમ નથી.
Read full article on Divya Bhaskar