crime
પાણીની ટાંકીએ ઉતારવી વખતે મોટી દુર્ઘટના, મકાન અડફેટે આવી ગયું
ટંકારાના હીરાપર ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જર્જરિત પાણીની ટાંકીને ઉતારવાની ગણતરી ઊંધી પડતા મોટો અકસ્માત થયો હતો. નિર્ધારિત દિશાને બદલે વિરૂદ્ધ દિશામાં પાણીની ટાંકી ખાબકતા નજીકમાં રહેલા મકાન અને દુકાનને મોટું નુકસાન પહોંચ્યું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પાણીની ટાંકી નિર્ધારિત દિશાને બદલે વિરૂદ્ધ દિશામાં રહેલા એક મકાન ઉપર તૂટી પડે છે જેના કારણે મકાનને મોટું નુકસાન પહોંચે છે. જો કે સદનસીબે કોઈ જાનહાની ન થતાં સ્થાનિકો તથા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read full article on News18 Gujarati