top
પાટણ નગરપાલિકા 14 કચરા સ્ટેન્ડ બંધ કરશે:સ્વચ્છતા મિશન હેઠળ કચરા પોઇન્ટ્સ પર થશે બ્યુટીફિકેશન; પ્રજાપતિ છાત્રાલય ખાતે પ્રથમ કાર્યનું ખાતમુહૂર્ત
પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના 14 કચરા સ્ટેન્ડ બંધ કરીને તે સ્થળો પર બ્યુટીફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો શુભારંભ પ્રજાપતિ છાત્રાલય ખાતે પ્રથમ બ્યુટીફિકેશન કામગીરીના ખાતમુહૂર્ત સાથે કરવામાં આવ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા આ જગ્યાઓને સુંદર અને સ્વચ્છ બનાવી શહેરના સૌંદર્યમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રજાપતિ છાત્રાલય ખાતે ખાતમુહૂર્ત સમારોહ આ કામગીરીનું વિધિવત પૂજન કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ચીફ ઓફિસર હીરલબેન ઠાકર તેમજ સ્વચ્છતા શાખાના ચેરમેન ચેતનાબેન પ્રજાપતિ અને વિવિધ વોર્ડના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. 14 કચરા પોઇન્ટ્સ થશે બંધ આ નવી યોજના હેઠળ શહેરમાં લાંબા સમયથી કાયમી કચરા સ્ટેન્ડ (GP પોઇન્ટ્સ) તરીકે વપરાતા 14 જેટલા સ્થળોને તબક્કાવાર રીતે સંપૂર્ણ બંધ કરવામાં આવશે. આ ખુલ્લી જગ્યાઓ પર ગંદકી દૂર કરી બગીચા અથવા સુંદર નિર્માણકાર્ય કરીને બ્યુટીફિકેશન હાથ ધરાશે. નાગરિકો પાસે સાથ-સહકારની અપીલ આ તકે સ્વચ્છતા શાખાના ચેરમેન ચેતનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ કામગીરી સમગ્ર પાટણની પ્રજાના હિત માટે છે. તેમણે નગરજનોને અપીલ કરી હતી કે જાહેર જગ્યાઓ પર કચરો ન ફેંકી પાલિકાને પૂરો સાથ-સહકાર આપે, જેથી સ્વચ્છ ભારત મિશનનું સ્વપ્ન સાકાર કરી શકાય.
Read full article on Divya Bhaskar