Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

પાટણ વણકર સમાજ વિકાસ મંડળની ચૂંટણી યોજાઈ:મહામંત્રી, ઉપપ્રમુખ સહિત નવા હોદ્દેદારો ચૂંટાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 3 views
પાટણ વણકર સમાજ વિકાસ મંડળની ચૂંટણી યોજાઈ:મહામંત્રી, ઉપપ્રમુખ સહિત નવા હોદ્દેદારો ચૂંટાયા
પાટણ વણકર સમાજ વિકાસ મંડળના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાંસાપુર ખાતેની વણકર સમાજની વાડીમાં યોજાઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે રસિકભાઈ મકવાણાએ ફરજ બજાવી હતી. આ ચૂંટણીમાં મહામંત્રી, ચાર ઉપપ્રમુખ, બે સહમંત્રી, સંગઠન મંત્રી અને ખજાનચી સહિતના હોદ્દાઓ માટે પસંદગી કરવામાં આવી હતી.આ મંડળના પ્રમુખ પદ માટે અગાઉ ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહેલભાઈ હેમચંદભાઈ વાઘેલા (બાલીસણા) ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ મહામંત્રી પદ માટે દિનેશભાઈ સોલંકી અને પ્રવીણભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં દિનેશભાઈ સોલંકી વિજેતા બન્યા હતા. ચાર ઉપપ્રમુખ પદ માટે ૧૧ ઉમેદવારો મેદાનમાં હતા. તેમાંથી નરેન્દ્રભાઈ એલ. વાણીયા, નરેન્દ્રભાઈ રાઠોડ, વિનોદભાઈ પરમાર અને નટવરલાલ મછાવડા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સહમંત્રીના ત્રણ પદ માટે અમૃતભાઈ એસ. પરમાર, પી.પી. સુતરીયા અને હરગોવનભાઈ એસ. પરમાર બિનહરીફ ચૂંટાયા હતા. આ ઉપરાંત, મહેન્દ્રકુમાર એન. પરમાર સંગઠન મંત્રી તરીકે અને મહેશભાઈ એ. સોલંકી તથા બાબુભાઈ એમ. સોલંકી ખજાનચી તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મંડળના પ્રમુખ મહેલભાઈ વાઘેલાએ આગામી સમયમાં સંસ્થાના વર્તમાન મકાન ખાતે ચાર માળના નવા સમાજ ભવનના નિર્માણ માટેની તેમની યોજના સમાજ સમક્ષ રજૂ કરી હતી. ચૂંટણી અધિકારી રસિકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ સંસ્થાના હોદ્દેદારો માટે પ્રથમવાર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાનુકૂળ વાતાવરણમાં અને પારદર્શક રીતે સંપન્ન થઈ હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan