top
પાટણમાં 116 નિરક્ષર વ્યક્તિઓ સાક્ષર બન્યા:કલેક્ટરની અધ્યક્ષતામાં નવભારત સાક્ષરતા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ
પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં નવભારત સાક્ષરતા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં કાર્યક્રમ હેઠળ થતી કામગીરીની પ્રગતિની તપાસ કરવામાં આવી. નવભારત સાક્ષરતા કાર્યક્રમનો મુખ્ય હેતુ "જન-જન સાક્ષર"ના ધ્યેયને પૂરો કરવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરક્ષર લોકોને વાંચન-લેખન સહિતની મૂળભૂત સાક્ષરતા આપવા પર ભાર મૂકે છે. પાટણ જિલ્લામાં થયેલા સર્વેમાં અત્યાર સુધીમાં કુલ 116 નિરક્ષર લોકોની ઓળખ થઈ હતી. આ બધા લોકોને સાક્ષર બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે. તેમને વાંચન અને લેખનનું મૂળભૂત જ્ઞાન મળે તે માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ અપાઈ છે. આ કાર્યક્રમ હેઠળ સાક્ષર થયેલા લાભાર્થીઓની પરીક્ષા આગામી 20 સપ્ટેમ્બર, 2026ના રોજ લેવાશે. બેઠકમાં પાટણ જિલ્લામાં નિરક્ષર લોકોની ઓળખ, તેમને સાક્ષર બનાવવાનું કામ અને આગામી પરીક્ષાના આયોજન સહિતની બાબતોની વિગતવાર તપાસ થઈ. કાર્યક્રમને વધુ સારી રીતે લાગુ કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ અપાયું. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નિવાસી અધિક કલેકટર ડો. મેહુલ બરાસરા સહિત જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar