top
પાટણના અનાવાડામાં કેદારનાથ જેવું જ ભવ્ય મંદિર બનશે:જન્માષ્ટમીના પાવન દિવસે અનાવાડા ગૌશાળામાં શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિપૂજન
પાટણ તાલુકાના અનાવાડા ખાતે આવેલી શ્રી હરિ ઓમ ગૌશાળામાં ભગવાન શ્રી કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. શ્રી કેદારનાથ ધામની પ્રતિકૃતિ સમાન ઘાટમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે. મંદિરના નિર્માણ માટે જન્માષ્ટમીના પવિત્ર દિવસે, તા. 4 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ સવારે 7:30થી 9 વાગ્યા સુધી વિધિ-વિધાન સાથે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે. ગૌમાતાઓ માટે આશ્રયસ્થાન બની શ્રી હરિ ઓમ ગૌશાળા અનાવાડા સ્થિત શ્રી હરિ ઓમ ગૌશાળા લાંબા સમયથી બીમાર, અશક્ત અને ઘાયલ ગૌમાતાઓ માટે આશ્રયસ્થાન બની રહી છે. ગૌમાતાઓની સારવાર અને સેવા માટે અહીં હોસ્પિટલ પણ કાર્યરત છે. ગૌસેવા સાથે જોડાયેલી આ ગૌશાળા ધીમે-ધીમે લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહી છે. ભાગવત કથા અને ગૌભક્તિ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા થોડા સમય અગાઉ ગૌશાળા ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભવ્ય ભાગવત કથા સાથે ગૌભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમનો લાખો લોકોએ લાભ લીધો હતો. ગૌધામ ખાતે કપિલા ગૌમાતાના દર્શન પણ થતાં હોવાથી આ સ્થળ ધર્મપ્રેમી લોકોની આસ્થા સાથે જોડાઈ ગયું છે. કેદારનાથ ધામની પ્રતિકૃતિ સમાન મંદિર બનશે શ્રી હરિ ઓમ ગૌશાળા સંકુલમાં આગામી સમયમાં શ્રી કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવશે. ચારધામ પૈકીના એક પવિત્ર તીર્થધામ શ્રી કેદારનાથની પ્રતિકૃતિ કરાવે તેવા ઘાટમાં મંદિરનું નિર્માણ કરવાની યોજના છે. મંદિર તૈયાર થયા બાદ પાટણ શહેર-જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાંથી આવતા ધર્મપ્રેમી લોકોને કેદારનાથ ધામની યાત્રા જેવી આધ્યાત્મિક અને સુખદ અનુભૂતિ થાય તેવી અપેક્ષા છે. જન્માષ્ટમીના દિવસે થશે ભૂમિપૂજન મંદિર નિર્માણના શુભ પ્રારંભરૂપે જન્માષ્ટમીના પાવન દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર 2026, શુક્રવારે સવારે 7:30થી 9 વાગ્યા દરમિયાન ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે. વિધિ-વિધાન સાથે યોજાનારા આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ અને ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
Read full article on Divya Bhaskar