top
પાવી જેતપુર પોલીસે લોઢણ પાસેથી દારૂ ઝડપ્યો:ક્રેટા ગાડીમાંથી રૂ. 3.82 લાખનો વિદેશી દારૂ જપ્ત
પાવી જેતપુર પોલીસે લોઢણ પાસેથી એક ક્રેટા ગાડીમાંથી રૂ. 3,82,450/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાવી જેતપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હ્યુન્ડાઈ ક્રેટા ગાડી શંકાસ્પદ રીતે આવતી જોવા મળી હતી. પોલીસે તેને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતા ક્રેટા ચાલક લોઢણ કેનાલ પાસે ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી 1400 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 3,82,450/- આંકવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને ક્રેટા ગાડી સહિત કુલ રૂ. 12,82,450/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે, જેને જિલ્લા પોલીસ નિષ્ફળ બનાવી રહી છે.
Read full article on Divya Bhaskar