Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Panchmahal News: પાવાગઢમાં માંચી સુધી આગામી બે મહિના માત્ર વિવારના દિવસે ખાનગી વાહનો પર પ્રતિબંધ

📰 Sandesh 🕐 1 min read 📅 August 21, 2026 👁 4 views
Panchmahal News: પાવાગઢમાં માંચી સુધી આગામી બે મહિના માત્ર વિવારના દિવસે ખાનગી વાહનો પર પ્રતિબંધ
યાત્રાધામ પાવાગઢ ખાતે તહેવારોની સિઝનમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે. પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખુબ જ વાંકો ચુકો,ચઢાણવાળો તથા સાંકડો હોવાથી કોઈ પણ અકસ્માત કે જાનહાનિ ના સર્જાય તે માટે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકના નિયમન હેતુથી પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ ખાનગી વાહનોની અવરજવર પર આગામી બે મહિના સુધી રવિવારના દિવસે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું પાવાગઢ ખાતે તહેવારો અને શનિવાર- રવિવારની રજાઓમાં પ્રવાસીઓની ભીડ વધતાં ટ્રાફિકને લઈને અધિક જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં આગામી બે મહિના સુધી રવિવારના દિવસે ભારે તથા ખાનગી વાહનો માટે માંચી સુધી પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પાવાગઢ તળેટીથી સરકારી બસો, એસટી બસો, સરકારી વાહનો અને પરમીશન ધરાવતા વાહનોને જ મંજૂરી આપવામાં આવશે.આ સિવાયના ખાનગી વાહનો માટે આગામી બે મહિના સુધી આવતા રવિવારના દિવસે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તહેવારોની સિઝનમાં પ્રવાસીઓની ભીડ વધતાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે આગમચેતીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દુર્ઘટના રોકવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ટ્રક, ટેક્ષી, ટેમ્પો, જીપ, લકઝરી બસ, મેટાડોર, ઓટોરીક્ષા, દ્વિચકી વાહનોના અવર જવર કરવા ઉપર અધિક જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી.બસો, સરકારી ફરજ ઉપરના વાહનો, પીવાના પાણી તથા આરોગ્ય સેવાઓના ઉપયોગમાં લેવાનાર વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.ઉલ્લેખનીય છે કે, યાત્રાધામમાં તહેવારોની સિઝનમાં પ્રવાસીઓની ભારે ભીડ જામતી હોય છે. જેમાં કોઈ ભાગદોડ જેવી કે અકસ્માતો સર્જાવાની કોઈ ઘટના બને નહીં તે માટે અગાઉથી જ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Bhavnagar News: રાજ્ય સરકાર દારૂબંધી હટાવવાનો ક્યારેય વિચાર નહીં કરે : મંત્રી જીતુ વાઘાણી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan