Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Patan: અમરાપુર ગ્રામ પંચાયતનો VCE 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ACB એ છટકું ગોઠવી કમિશનખોરને જેલભેગો કર્યો

📰 Sandesh 🕐 1 min read 📅 August 17, 2026 👁 3 views
Patan: અમરાપુર ગ્રામ પંચાયતનો VCE 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ACB એ છટકું ગોઠવી કમિશનખોરને જેલભેગો કર્યો
વર્ષ 2025 દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાની સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી રાહત સહાય મેળવવા માટે સરસ્વતી તાલુકાના અમરાપુર ગામના ખેડૂતોએ ઓનલાઈન અરજીઓ કરી હતી. અમરાપુર પંચાયતનો VCE લાંચ લેતા ઝડપાયો અમરાપુર ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા VCE ભરતભાઈ સોમાભાઈ ગડસાયાએ સરકારી સહાય મંજૂર કરાવવાના બદલામાં ખેડૂતો પાસે સહાયની રકમના 50 ટકા લેખે ગેરકાયદેસર કમિશન (લાંચ) ની માંગણી કરી હતી. આરોપી VCE એ અગાઉ ગામના 9 જેટલા ખેડૂતો પાસેથી ગેરકાયદેસર રીતે PhonePe ઓનલાઈન ટ્રાન્સફર તેમજ રોકડ સ્વરૂપે રૂ. 1.70 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ પણ બાકી નીકળતી રૂ. 20 હજારની રકમ માટે તે ખેડૂતો પર સતત દબાણ કરી રહ્યો હતો. ખેડૂતો સાથે રકઝક બાદ આખરે રૂ. 15,000 આપવાનું નક્કી થયું હતું. જોકે, લાંચિયા VCEને પાઠ ભણાવવા જાગૃત નાગરિકે આ અંગે પાટણ ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ACB ની ટીમે 15,000 ની લાંચ લેતા ઝડપી લીધો ફરિયાદના આધારે પાટણ ACB ની ટીમે છટકું ગોઠવીને VCE ભરત ગડસાયાને રૂ. 15,000 ની લાંચ લેતા સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીએ અગાઉ PhonePe મારફતે મેળવેલા નાણાંના વ્યવહારો અંગેના બેંક સ્ટેટમેન્ટ અને ડિજિટલ પુરાવા પણ તપાસ હેઠળ લેવાયા છે. ACB એ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) હેઠળ ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: Ahmedabad: EDએ કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ 129.80 કરોડની મિલકતો ટાંચમાં લીધી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan