Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Patan: : સમી પોલીસ ઊંઘતી રહી ને ગાંધીનગર SMC એ ત્રાટકી, 6.38 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ પકડાયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 31, 2026 👁 1 views
Patan: : સમી પોલીસ ઊંઘતી રહી ને ગાંધીનગર SMC એ ત્રાટકી, 6.38 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ પકડાયા
પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કનીજ ગામે મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમને મળી હતી. સ્થાનિક સમી પોલીસની મીઠી નજર હેઠળ અને નિષ્ક્રિયતા વચ્ચે આ જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની આશંકા સાથે SMC ની ટીમે બાતમી વાળા સ્થળે અચાનક આકસ્મિક દરોડો પાડ્યો હતો. સમીના કનીજમાં SMC ના દરોડા SMC ની આ ત્રાટક કાર્યવાહીથી જુગાર રમી રહેલા ઈસમોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા 8 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ઈસમ અંધારા કે ભીડનો લાભ ઉઠાવીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દાવ પર લગાવેલી તેમજ અંગજડતીમાંથી મળીને કુલ રૂ. 4,97,700 ની રોકડ રકમ કબ્જે કરી હતી. આ ઉપરાંત જુગારીઓ પાસે રહેલા રૂ. 1,40,850 ની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, SMC એ સ્થળ પરથી કુલ રૂ. 6,38,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સ્ટેશનની હદમાં આટલું મોટું જુગારધામ ચાલતું SMC ની ટીમે ઝડપાયેલા તમામ 8 ઈસમો તેમજ જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સમી પોલીસ મથકે સોંપ્યો હતો. સમી પોલીસ સ્ટેશનની હદમાં આટલું મોટું જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને ખબર ન હોવી કે પછી જાણ હોવા છતાં કાર્યવાહી ન કરવી, તે બાબત હવે જિલ્લા પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બની છે. SMC ની આ રેડ બાદ સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ આંતરિક તપાસ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ પણ વાંચો: Valsad: ઉમરગામમાં ફૂડ વિભાગના દરોડા; એવરેસ્ટ હિંગનું જોબવર્ક કરતી કંપનીમાંથી 26.81 લાખનો હિંગ સીઝ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan