Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Patnaમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, પોલીસે લાઠીચાર્જ કર્યાનો આરોપ

📰 Sandesh 🕐 1 min read 📅 August 25, 2026 👁 4 views
Patnaમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, પોલીસે લાઠીચાર્જ કર્યાનો આરોપ
પટણાના જક્કનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બિહાર હેલ્થ સાયન્સ યુનિવર્સિટીની બહાર મંગળવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ રિઝલ્ટમાં કથિત ગેરરીતિની આશંકાને લઈને પોતાની માગણીઓ રજૂ કરવા યુનિવર્સિટી પહોંચ્યા હતા. જોકે, પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની ગઈ અને વિદ્યાર્થીઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં એક મહિલા પોલીસકર્મી સહિત બે પોલીસકર્મી ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં યુનિવર્સિટીના ગેટ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયેલા જોવા મળે છે. ત્યારબાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. કેટલાક ઉગ્ર વિદ્યાર્થીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો વિદ્યાર્થીઓનો આરોપ છે કે રિઝલ્ટમાં ગેરરીતિની આશંકાને લઈને તેઓ યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ પોતાની વાત રજૂ કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમની વાત સાંભળવાને બદલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ, આરોપ છે કે કેટલાક ઉગ્ર વિદ્યાર્થીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. ઘર્ષણમાં જિતેન્દ્ર કુમાર નામના પોલીસકર્મીને માથા અને પગમાં ગંભીર ઈજા થઈ છે. અન્ય એક મહિલા પોલીસકર્મી પણ ઘાયલ થયા છે અને બંનેને સારવાર આપવામાં આવી રહી છે. વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હંગામાની અસર આસપાસના રસ્તાઓ પર પણ જોવા મળી હતી. કેટલાક રાહદારીઓના વાહનોના કાચ તૂટ્યાના અહેવાલ છે. વધતા તણાવને પગલે વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આ પણ વાંચો : Indian Navyમાં 31 ઓગસ્ટે સામેલ થશે DSV Nipun, વધશે અંડરવોટર ઓપરેશનની ક્ષમતા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan