crime
ફૂડ વિભાગના દરોડા:ઊંઝામાં શંકાસ્પદ વરિયાળીની ફેક્ટરી પર ફૂડ વિભાગના દરોડા, 2.46 લાખનો જથ્થો સીઝ કરાયો
મસાલા માટે વિશ્વપ્રસિદ્ધ ઊંઝામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સી.આઈ.ડી. પોલીસ સાથે મળીને કરાયેલા એક સંયુક્ત ઓપરેશન દરમિયાન મકતુપુર પાસે આવેલી એક ફેક્ટરીમાંથી ભેળસેળયુક્ત વરિયાળી અને પ્રતિબંધિત કલરનો રૂ.2.46 લાખથી વધુની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તપાસમાં શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી ચોક્કસ બાતમીના આધારે મહેસાણા જિલ્લા ફૂડ અધિકારીના માર્ગદર્શન હેઠળ મહેસાણા-પાલનપુર હાઈવે પર મકતુપુર ગામમાં હોટલ સુહાના પાસે આવેલી 'ગણેશ ક્લીનીંગ' નામની પેઢીમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સીનીયર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર કરાયેલી ઝીણવટભરી તપાસ દરમિયાન કૃત્રિમ ગ્રીન કલર ઉમેરેલી શંકાસ્પદ વરિયાળી અને કલર બનાવવાની સામગ્રી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે કાર્યવાહી કરતા સ્થળ પરથી 13 કિલોગ્રામ લુઝ વરિયાળી, 17 કિલોગ્રામ ગ્રીન કલર તેમજ 4898 કિલોગ્રામ જેટલી શંકાસ્પદ વરિયાળી સહિત કુલ 2,46,164નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખાદ્ય પદાર્થોના લેવાયેલા નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપીને તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar