Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મહિલા PI સાથે ₹5.43 લાખની સાયબર ઠગાઈ:પોલિસી રિન્યુઅલના નામે ગઠિયાઓએ પૈસા ખંખેર્યા, ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 28, 2026 👁 3 views
મહિલા PI સાથે ₹5.43 લાખની સાયબર ઠગાઈ:પોલિસી રિન્યુઅલના નામે ગઠિયાઓએ પૈસા ખંખેર્યા, ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ
અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જ્યાં સાયબર ગઠિયાઓ સામાન્ય નાગરિકોની સાથે સાથે પોલીસ અધિકારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદ ખાતે સિવિલ ડિફેન્સ હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર કવિતા બ્રહ્મભટ્ટ સાથે ઇન્સ્યોરન્સ પોલિસીના નામે ₹5.43 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક ઘટનામાં બાપુનગરના યુવકને રોકાણ પર ઊંચા નફા અને IPOની લાલચ આપી ₹27.56 લાખનો ચૂનો લગાડવામાં આવ્યો છે. બંને બનાવો અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલિસીનો નફો એજન્ટ લઈ જશે કહી મહિલા PI સાથે છેતરપિંડી કરી સિવિલ ડિફેન્સ હોમગાર્ડમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા કવિતાબેન બ્રહ્મભટ્ટ પાસે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સની બે પોલિસીઓ હતી. ગત 11 ઓગસ્ટના રોજ અજાણ્યા શખ્સે પોતે ઇન્સ્યોરન્સ કંપનીનો પ્રતિનિધિ હોવાનું જણાવી સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મેનેજર તરીકે ઓળખ આપનાર ગઠિયાએ જણાવ્યું હતું કે પોલિસી પર મળનારા 80 ટકા નફામાંથી મોટો હિસ્સો એજન્ટ લઈ જશે, જેથી પોલિસી બંધ કરાવી દેવામાં આવે તો મૂળ રકમ સહિત મોટો આર્થિક લાભ થશે. આ પ્રક્રિયા માટે પ્રથમ ચરણમાં પોલિસી બંધ કરવાના ચાર્જ પેટે ₹99,227 ટ્રાન્સફર કરાવી લીધા હતા. GST પેમેન્ટના બહાને ₹5.43 લાખ પડાવ્યા બાદ પણ રકમ પરત ન મળી ત્યારબાદ ગઠિયાઓએ પોલિસી પાકી ગઈ હોવાથી સંપૂર્ણ રકમ ખાતામાં જમા કરાવવાના બહાને જીએસટી (GST) પેટે ₹4,43,737 ભરવા માટે ક્યૂઆર (QR) કોડ મોકલ્યો હતો. મહિલા પીઆઈએ પોતાની પોલિસીની રકમ પરત મેળવવા અલગ-અલગ બેન્ક ખાતાઓ મારફતે કુલ ₹5,42,964 જમા કરાવ્યા હતા. આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ કોઈ રકમ પરત ન મળતાં અને સામેથી સંપર્ક તૂટી જતાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. બાપુનગરના યુવકને વોટ્સએપ ગ્રુપમાં જોડી ઊંચા નફાની જાળ બિછાવી બીજા બનાવમાં બાપુનગર ખાતે રહેતા પ્રિયાંક રાણપુરા સોશિયલ મીડિયા પર ઊંચા વળતરની જાહેરાત જોઈને એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા. આ ગ્રુપની એડમિન મીરા નામની મહિલાએ રોકાણની વિવિધ સ્કીમો બતાવીને શરૂઆતમાં પ્રિયાંક પાસેથી ₹1 લાખનું રોકાણ કરાવ્યું હતું. તેના પર તાત્કાલિક 19 ટકા જેટલો ઊંચો નફો બતાવી વિશ્વાસ કેળવવા માટે ₹50,000 પરત પણ ચૂકવવામાં આવ્યા હતા, જેથી યુવકને રોકાણ સુરક્ષિત હોવાનો પૂરો ભરોસો બેઠો હતો. ₹1.20 કરોડના આઈપીઓ અને ₹60 લાખ નફાની લાલચે ₹27.56 લાખ ગુમાવ્યા વિશ્વાસમાં આવી ગયેલા યુવકે તબક્કાવાર કુલ ₹26 લાખથી વધુની રકમ જમા કરાવી દીધી હતી. સાયબર ઠગોએ યુવકની વર્ચ્યુઅલ પ્રોફાઇલમાં ₹1.20 કરોડના મોટા IPO ફાળવાયા હોવાનું તેમજ ખાતામાં ₹60 લાખનો ભારે નફો દર્શાવ્યો હતો. જોકે જ્યારે યુવકે પોતાના નાણાં પરત મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ગઠિયાઓએ તમામ સંપર્કો અને મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. આ રીતે કુલ ₹27.56 લાખની છેતરપિંડી થતાં યુવકે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan