Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભુજમાં કચ્છ કોંગ્રેસનો મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન:"ચા પર નહીં, ચીની પર ચર્ચા કરો" ના નારા સાથે PM મોદી પર પ્રહાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 2 views
ભુજમાં કચ્છ કોંગ્રેસનો મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન:"ચા પર નહીં, ચીની પર ચર્ચા કરો" ના નારા સાથે PM મોદી પર પ્રહાર
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભુજના જયુબિલી સર્કલ ખાતે મોંઘવારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસે ભાજપ સરકારની આર્થિક નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા. તેમણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ કરી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ રાજકીય પ્રહારો કરવામાં આવ્યા. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધતા સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે. અનાજ, કઠોળ, શાકભાજી અને ખાદ્યતેલ જેવી રોજિંદી જરૂરિયાતો મોંઘી થતા ગૃહિણીઓ માટે રસોડું ચલાવવું મુશ્કેલ બન્યું છે. વી.કે. હુંબલે ભાજપ સરકારની નીતિઓ પર પ્રહાર કરતા કહ્યું કે, આર્થિક ગેરવ્યવસ્થા અને સરકારની ખોટી નીતિઓને કારણે પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધવાથી પરિવહન ખર્ચ વધ્યો છે. તેની અસર અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી રહી છે. આવક ઓછી અને ખર્ચ વધુ થતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. કોંગ્રેસે દૂધ, દહીં અને લોટ જેવી જરૂરી વસ્તુઓ પરના ટેક્સ મુદ્દે પણ સરકારને ઘેરી. તેમણે જીવનજરૂરી ચીજવસ્તુઓ પરનો ટેક્સ ઘટાડવા, મોંઘવારીને કાબૂમાં લેવા અને લોકોને આર્થિક રાહત આપવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી. જો મોંઘવારીનો પ્રશ્ન ઉકેલાશે નહીં, તો આગામી દિવસોમાં વધુ મોટા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રાજેશ આહીર સહિત કોંગ્રેસના અનેક નેતાઓ, નગરસેવકો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan