top
PM મોદીના જન્મદિવસની તૈયારી માટે ધારાસભ્યના કાર્યાલયમાં બેઠક:રતનપર ખાતે ધારાસભ્ય જગદીશ મકવાણાના 'કર્તવ્યમ' કાર્યાલયમાં સેવાકીય કાર્યક્રમોની ચર્ચા
સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી દિવસોમાં વિવિધ સેવાકીય અને લોકભાગીદારીના કાર્યક્રમોનું આયોજન થવાનું છે. તેની પૂર્વ તૈયારી માટે રતનપરના 'કર્તવ્યમ' જનસંપર્ક કાર્યાલય ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના જનસંપર્ક કાર્યાલયમાં યોજાઈ હતી. જેમાં મહાનગર પાલિકાના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાનારા વિવિધ સેવાકીય કાર્યક્રમોના આયોજન અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. કાર્યક્રમોમાં વધુ લોકો જોડાય અને લોકભાગીદારી વધે તે માટેની તૈયારીઓ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ સમાજના આગેવાનો, મંદિરના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મહાનગર સંગઠનના હોદ્દેદારો સાથે પણ કાર્યક્રમોના આયોજન, વ્યવસ્થા અને લોકભાગીદારી અંગે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં હાજર આગેવાનો અને કાર્યકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવવાનો સંકલ્પ લીધો હતો.
Read full article on Divya Bhaskar