Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

📰 Abp News 🕐 1 min read 📅 September 7, 2026 👁 3 views
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

PM Narendra Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યને કુલ ₹35,200 કરોડથી વધુના મહત્ત્વાકાંક્ષી વિકાસકાર્યોની ભેટ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહમાં કેન્દ્ર સરકારના ₹32,606 કરોડ અને રાજ્ય સરકારના ₹2,597 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડોદરાના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નવસારીની પણ મુલાકાત લેશે.

રેલવે અને હાઈવેના મેગા પ્રોજેક્ટ્સ

આ પ્રવાસનું સૌથી મોટું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. ભારતીય રેલવે અંતર્ગત ₹30,766 કરોડના જંગી રોકાણવાળા પ્રોજેક્ટ્સની શરૂઆત થશે:

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC): ₹20,703 કરોડના ખર્ચે ન્યૂ સાણંદ-ન્યૂ મકરપુરા (138 કિ.મી.), ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે (86 કિ.મી.) અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT (102 કિ.મી.) સેક્શનનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત WDFC પર નવી માલગાડીને ફ્લેગ ઑફ પણ અપાશે.

નવા ટ્રેક અને ટ્રેન: વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકનું ₹8,885 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થશે. વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન શરૂ કરાશે.

નેશનલ હાઈવે (NHAI): ₹1,840.55 કરોડના પ્રોજેક્ટ્સ અંતર્ગત NH-48 વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પર ₹907.39 કરોડના ખર્ચે નવા પુલ, કામરેજ-ચલથાણ વચ્ચે ₹686.15 કરોડના ખર્ચે સિક્સ-લેન રોડનું નિર્માણ થશે. NH-53 પર ₹187.11 કરોડના ખર્ચે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સ અને ₹59.90 કરોડના ખર્ચે કંડારી તથા લુવારા ખાતે ફ્લાયઓવર ખુલ્લા મુકાશે.

શહેરી વિકાસ, ગ્રીન એનર્જી અને આવાસ યોજનાઓ

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અંતર્ગત ₹916.38 કરોડના 8 જેટલા પ્રોજેક્ટ્સ હાથ ધરાશે:

વડોદરાનો વિકાસ: ₹523.59 કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કાનું અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીનું ખાતમુહૂર્ત થશે. વુડા (VUDA) હસ્તક પૂર્વ વિસ્તારના 11 ગામો માટે ₹203.77 કરોડના ખર્ચે પાણીની ટાંકી, ફિલ્ટર પ્લાન્ટ અને ડ્રેનેજ વ્યવસ્થાનું લોકાર્પણ થશે. આજવા સરોવર ખાતે 150 MLD ક્ષમતાનો પોન્ટૂન પ્લાન્ટ શરૂ કરાશે.

ગ્રીન એનર્જી: મહીસાગર જિલ્લાના કડાણા ડેમ પર ₹489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે. વડોદરા અને સુરતમાં ₹94.58 કરોડના ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે.

આવાસ યોજના: PMAY-G (ગ્રામીણ) યોજના હેઠળ રાજ્યભરમાં ₹236.10 કરોડના ખર્ચે તૈયાર થયેલા 13,888 મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવશે.

બ્રિજ, પાણી પુરવઠો અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહીસાગર નદી પર ₹150 કરોડ અને વાત્રક નદી પર ₹74.10 કરોડના ખર્ચે નવા મેજર બ્રિજ બનાવવામાં આવશે, તેમજ નડિયાદ-ડાકોર-પાલી માર્ગ પર હાઈ-લેવલ બ્રિજનું નિર્માણ થશે.

આ ઉપરાંત, આણંદમાં નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને નવસારીના એરુ PHQ ખાતે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા તાપી જિલ્લાના સોનગઢમાં ₹214.52 કરોડના ખર્ચે ત્રણ RWSS પેકેજ ખુલ્લા મુકાશે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા GIDC હેઠળ ઝઘડિયા-કાંટિયાજળ પાઇપલાઇનનું નવીનીકરણ અને સાવલીમાં રસ્તા પહોળા કરવાના કામોનું પણ લોકાર્પણ થશે. આ તમામ બહુઆયામી વિકાસકાર્યો ગુજરાતની માળખાગત સુવિધાઓને વધુ સુદઢ બનાવી નાગરિકોના જીવનધોરણમાં મોટો બદલાવ લાવશે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan