politics
PMએ પ્રિયંકા ગાંધીને પૂછ્યું- કેમ છો તમે?:ખડગેની કમેન્ટ પર બધા હસી પડ્યા, અમિત શાહથી 10 મીટર દૂર હતો ગાંધી પરિવાર; સુપ્રિયા સુલેની દીકરીના રિસેપ્શનમાં નેતાઓનો જમાવડો
પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત સત્તા પક્ષ અને વિપક્ષના અનેક નેતાઓ સોમવારે NCP (શરદ જૂથ)ના સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યા. આ દરમિયાન પીએમ મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે જોવા મળ્યા. પીએમએ પ્રિયંકાને પૂછ્યું- પ્રિયંકાજી, કેમ છો તમે? આના પર તેમણે જવાબ આપ્યો- સારી છું, તમે કેમ છો? પીએમ મોદીએ જવાબ આપ્યો- હું તો એવો જ છું. આ દરમિયાન મજાકિયા અંદાજમાં ખડગેએ કહ્યું- થોડા બદલાઈ ગયા છો તમે. ખડગેની આ વાત સાંભળીને બધા હસી પડ્યા. રિસેપ્શનની 6 તસવીરો... લોકસભા સાંસદ સુપ્રિયા સુલેની દીકરી રેવતી અને ઉદ્યોગપતિ સારંગ લખાણીના લગ્ન જૂનમાં જ થઈ ગયા હતા. પરંતુ રિસેપ્શન સોમવારે સાંજે દિલ્હીમાં યોજાયું હતું. કાર્યક્રમમાં સામેલ મહેમાનોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભા સાંસદ સોનિયા, લોકસભા સ્પીકર ઓમ બિરલા, સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા, અભિનેતા અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, ફરહાન અખ્તર, રવિ કિશન સહિત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. સારંગના પિતા અરુણ લખાણી વિશ્વરાજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, અને તાજેતરમાં તેઓ મહારાષ્ટ્ર વિધાન પરિષદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે, સારંગ, વિશ્વરાજ ગ્રુપના કાર્યકારી ડિરેક્ટર છે. રેવતી સુલેએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. ------------------- આ સમાચાર પણ વાંચો PM મોદીએ કહ્યું- રીલ્સના યુગમાં શોર્ટકટ ન અપનાવો:Gen-Zને અન્યના સંઘર્ષોમાંથી શીખવું જોઈએ; પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની બાયોગ્રાફી લોન્ચ કરી PM નરેન્દ્ર મોદીએ બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયોગ્રાફી 'ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ' લોન્ચ કરી. આ દરમિયાન તેમણે યુવાનોને અન્યોના સંઘર્ષોમાંથી શીખવા અને આત્મકથાઓ વાંચવા અપીલ કરી. સંપૂર્ણ સમાચાર વાંચો
Read full article on Divya Bhaskar