top
પંચમહાલ ભાજપ SC મોરચા પ્રમુખ નારાયણ પરમારનું નિધન:62 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન, સંગઠનમાં શોક
પંચમહાલ જિલ્લા ભાજપ એસ.સી. મોરચાના પ્રમુખ નારાયણભાઈ પરમારનું 62 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ગોધરા તાલુકાના સામલી ગામના વતની પરમારના અવસાનથી જિલ્લા ભાજપ સંગઠન અને ગામમાં શોક વ્યાપી ગયો છે. નારાયણભાઈ પરમાર છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય હતા. તેઓ સતત ત્રણ ટર્મ એટલે કે 15 વર્ષથી પંચમહાલ જિલ્લા ભાજપ એસ.સી. મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમણે પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં અને કાર્યકરો સાથે સંપર્કમાં રહીને સંગઠનાત્મક કામગીરીમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના અચાનક અવસાનના સમાચારથી ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં શોકની લાગણી પ્રસરી છે. નારાયણભાઈ પરમારના અવસાન અંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, 'નારાયણભાઈ પરમારના નિધનથી જિલ્લા ભાજપ સંગઠનને એક નિષ્ઠાવાન અને સક્રિય નેતાની મોટી ખોટ પડી છે. '40 વર્ષ સુધી પક્ષની સેવા કરનાર નારાયણભાઈ પરમારના નિધનથી સામલી ગામ તેમજ સમગ્ર પંચમહાલ ભાજપ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Read full article on Divya Bhaskar