top
પંચમહાલ LCBએ બે વોન્ટેડ આરોપીઓને પકડ્યા:વેજલપુરના પ્રોહિબિશન અને ગોધરાના પશુ અત્યાચાર કેસમાં ફરાર હતા
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બે અલગ-અલગ ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પશુ અત્યાચારના ગુનામાં વોન્ટેડ હતા. ASI નરેન્દ્રસિંહ જયરામસિંહને મળેલી બાતમી પરથી LCBની ટીમે કાલોલ તાલુકાના રોયણ ગામે દરોડો પાડ્યો હતો. ત્યાંથી નટવર અમરસિંગ રાઠોડને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો. તે વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. તેને આગળની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. બીજી એક કાર્યવાહીમાં, LCBના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ નારણને બાતમી મળી હતી. તેના આધારે ગોધરા શહેરની સુખીની ચોકડી પાસે ખાનગી વોચ ગોઠવવામાં આવી. આ દરમિયાન ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ સંબંધિત ગુનામાં વોન્ટેડ આસીફ મહોમદહનીફ પિત્તલ મળી આવતા પોલીસે તેને પણ પકડી પાડ્યો. બંને આરોપીઓને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. LCBની આ કાર્યવાહીથી ફરાર વોન્ટેડ આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.
Read full article on Divya Bhaskar