Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પંચમહાલમાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી:18 જુગારી ઝડપાયા, રૂ. 1.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 4 views
પંચમહાલમાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી:18 જુગારી ઝડપાયા, રૂ. 1.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પંચમહાલ જિલ્લામાં પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ હેઠળ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 18 જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં રોકડ સહિત રૂ. 1.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકા પોલીસને આંગળીયા ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી 13 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. 52,100 અને રૂ. 35,000ની કિંમતના 10 મોબાઇલ ફોન કબજે કર્યાં હતા. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી ઘટનામાં, વેજલપુર પોલીસને અડાદરા ગામે રૂપલ હોસ્પિટલ નજીક ખુલ્લા ખેતરમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ત્યાથી 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી દાવ પરના અને અંગઝડતીના મળી કુલ રૂ. 12,840 રોકડા તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 34,840નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan