Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પોલીસે પશ્ચિમ વિસ્તારમાંથી 477 હથિયાર જપ્ત કર્યા:સરખેજમાં 70, વેજલપુરમાં 50, સોલામાં 35, વાસણામાં 34 હથિયાર મળ્યા, પૂર્વમાંથી માત્ર 263 જ જમા થયા હતા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 2 views
પોલીસે પશ્ચિમ વિસ્તારમાંથી 477 હથિયાર જપ્ત કર્યા:સરખેજમાં 70, વેજલપુરમાં 50, સોલામાં 35, વાસણામાં 34 હથિયાર મળ્યા, પૂર્વમાંથી માત્ર 263 જ જમા થયા હતા
અમદાવાદ શહેર પોલીસ દ્વારા શસ્ત્ર છોડો શાંતિ જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ થોડા દિવસ અગાઉ શહેરના સેક્ટર 2 વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી હથિયાર જમા કરવામાં આવ્યા હતા જેમાં કુલ 263 જેટલા હથિયાર પોલીસે જમા કર્યા હતા. ત્યારે આજે સેક્ટર 1 એટલે કે પશ્ચિમ વિસ્તારમાંથી હથિયાર જમા કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 477 જેટલા હથિયાર પોલીસે જમા કર્યા છે. સામાન્ય રીતે પૂર્વ વિસ્તારમાં શરીર સંબંધી ગુનાના જ વધુ ગુનેગારો હોય છે, પરંતુ હથિયાર પશ્ચિમ વિસ્તારમાંથી વધુ મળ્યા છે. પોલીસનું શાસ્ત્ર છોડો, શાંતિ જોડો અભિયાન શરૂ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં શાસ્ત્ર છોડો, શાંતિ જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પશ્ચિમ વિસ્તારના અલગ અલગ 26 પોલીસ સ્ટેશનમાંથી 477 હથિયાર જમા કરવામાં આવ્યા છે. આ હથિયારમાં તલવાર, છરી, ગુપ્તી, ચાકુ, હોકી, રોર સહિતના હતા. પોલીસ દ્વારા સ્વેચ્છાએ અલગ અલગ વિસ્તારમાંથી લોકો પાસેથી હથિયાર કબજે કર્યા હતા જેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમથી 477 જેટલા હથિયાર જમા થયા મહત્વનું છે કે, અગાઉ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 263 જેટલા હથિયાર જમા થયા હતા, જ્યારે પશ્ચિમથી આજે 477 જેટલા હથિયાર જમા થયા છે. જે લગભગ દોઢ ગણાથી વધુ છે. પૂર્વના ગુનેગારો વધુ છતાં પૂર્વ કરતા પશ્ચિમમાં 214 જેટલા હથિયાર વધુ મળી આવ્યા છે. સૌથી વધુ સરખેજમાં 70, વેજલપુરમાં 50, સોલામાં 35, વાસણામાં 34 હથિયાર મળી આવ્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan