Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

'પ્રધાનમંત્રી શાકાહારી છે', સુરતના ફિશ માર્કેટનું નામ 'નરેન્દ્ર મોદી' રાખવાને લઇ બબાલ, વિરોધ બાદ બેનર ઢાંકી દેવાયું

📰 The Indian Express 🕐 1 min read 📅 August 25, 2026 👁 3 views
'પ્રધાનમંત્રી શાકાહારી છે', સુરતના ફિશ માર્કેટનું નામ 'નરેન્દ્ર મોદી' રાખવાને લઇ બબાલ, વિરોધ બાદ બેનર ઢાંકી દેવાયું
સુરતમાં એક જથ્થાબંધ માછલી બજારનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવાને લઈને વિવાદ ઉભો થયો છે. સુરત ફિશ મર્ચન્ટ્સ એસોસિએશને સોમવારે તેના ઉદ્ઘાટન સમયે આ સુવિધાને 'શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ' નામ આપ્યું હતું. ઉદ્ઘાટન સમયે લગાવવામાં આવેલા બેનર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જોકે એસોસિએશનના કેટલાક સભ્યોએ બજારનું નામ વડાપ્રધાનના નામ પર રાખવા સામે વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ બાદ મંગળવારે બેનરને સફેદ ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું હતું. નામકરણ અંગેનો અંતિમ નિર્ણય હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રક્રિયાઓ અનુસાર લેવામાં આવશે. બજારનું નામ પીએમ મોદી રાખવાનો વિરોધ કેમ કરવામાં આવ્યો? બજારના સભ્ય અને માછલી વિક્રેતા સુરેન્દ્ર લશ્કરીએ નામકરણ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શાકાહારી છે અને તેમના નામ પર માછલી બજારનું નામ રાખવાથી તેમની છબી અને ઓળખને નુકસાન થઈ શકે છે. લશ્કરીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમણે એસોસિએશનના પ્રમુખને વડા પ્રધાનનું નામ દૂર કરવા વિનંતી કરી હતી. બજારના ઉદ્ઘાટન દરમિયાન આ મુદ્દા પર લશ્કરી અને કેટલાક એસોસિએશનના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલ પણ થઈ હતી. એસોસિએશનનો તર્ક શું હતો? સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ નામકરણના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ મળેલી સહાયથી બજારના નિર્માણમાં ફાળો મળ્યો છે. વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી 'બ્લુ રિવોલ્યુશન' પહેલ સાથે સંકળાયેલા છે. ઢાંકી દેવામાં આવેલું બોર્ડ, જેની સામે લશ્કરી ઉભા છે. Photograph: (Indian Express) નવસારીવાલાના મતે વડા પ્રધાનના નામ પરથી બજારનું નામકરણ કરવું એ એસોસિએશન માટે ગર્વની વાત છે. તેમણે દાવો કર્યો હતો કે નામ પ્રસ્તાવિત કરતા પહેલા એસોસિએશનના સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. સુરતનું પ્રથમ મ્યુનિસિપલ સંચાલિત જથ્થાબંધ માછલી બજાર જેમાં 80 દુકાનોની ક્ષમતા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત આ સુરતનું પ્રથમ જથ્થાબંધ માછલી બજાર છે. તેમાં આશરે 80 આઉટલેટ્સ છે. આ બજાર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ બનાવવામાં આવ્યું હતું. આ પણ વાંચો: સાણંદ-વીરમગામ હાઇવે પરથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, 1 અટકાયત, 5 ફરાર આ યોજનાનો હેતુ ભારતના મત્સ્ય ઉદ્યોગના ટકાઉ અને જવાબદાર વિકાસ દ્વારા 'બ્લુ રિવોલ્યુશન'ને પ્રોત્સાહન આપવાનો છે. ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળી, સ્વચ્છ માછલીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આધુનિક જથ્થાબંધ અને છૂટક માછલી બજારોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર અને ગુજરાત સરકારે દરેકે ₹3 કરોડનું યોગદાન આપ્યું છે સુરતમાં આ માછલી બજારના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે બંનેએ ₹3 કરોડનું યોગદાન આપ્યું છે. દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્રોજેક્ટ માટે ₹1.5 કરોડ પૂરા પાડ્યા છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ 2020-21 થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળામાં આશરે ₹20,050 કરોડનું રોકાણ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ યોજના મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવે છે. નામકરણ અંગે નિર્ણય લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેશ ગંજવાલાએ જણાવ્યું હતું કે ફિશ મર્ચન્ટ એસોસિએશને ઉદ્ઘાટનના થોડા દિવસો પહેલા કોર્પોરેશનને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં બજારનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાંસ્કૃતિક સમિતિને મોકલવામાં આવ્યો છે. સમિતિના નિર્ણયના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો: સમાચાર ન છાપવા ₹51,000 ની લાંચ લેતા પત્રકારને ACB એ રંગેહાથ દબોચ્યો મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિ આવી અનેક સમિતિઓમાંની એક છે. આ નિર્ણય માટે પહેલા સ્થાયી સમિતિની મંજૂરીની જરૂર પડશે ત્યારબાદ દરખાસ્ત મહાનગરપાલિકાની સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે. મહાનગરપાલિકાની સર્વોચ્ચ નિર્ણય લેતી સત્તા જનરલ સભા છે. હાલમાં સુરતના આ નવા માછલી બજારને વડા પ્રધાનના નામ પર રાખવાના વિવાદને કારણે ચર્ચામાં આવ્યું છે. ઉદ્ઘાટન પછી લગાવવામાં આવેલા બેનરને છુપાવી દેવામાં આવ્યું છે પરંતુ બજારના નામ અંગેનો અંતિમ નિર્ણય મહાનગરપાલિકાની ઔપચારિક પ્રક્રિયા પછી જ લેવામાં આવશે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan