Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પ્રેમી સાથે ફરવા જવા યુવતીએ મોટા પપ્પાના ઘરમાં ચોરી કરી:ફાઈનાન્સ કંપનીમાં દાગીના ગિરવે મૂકી 3.50 લાખ લીધા, માઉન્ટ આબુ અને પાવાગઢ ફર્યા; બંનેની ધરપકડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 3, 2026 👁 4 views
પ્રેમી સાથે ફરવા જવા યુવતીએ મોટા પપ્પાના ઘરમાં ચોરી કરી:ફાઈનાન્સ કંપનીમાં દાગીના ગિરવે મૂકી 3.50 લાખ લીધા, માઉન્ટ આબુ અને પાવાગઢ ફર્યા; બંનેની ધરપકડ
વડોદરામાં એક યુવતીએ પોતના મોજશોક માટે પોતાના જ મોટા પપ્પાના ઘરમાં ચોરી કર્યાની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ તિજોરીમાંથી ₹5.15 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા બાદ ફાઇનાન્સ કંપનીમાં ગિરવે મૂકી ₹3.50 લાખ મેળવ્યા હતા. રૂપિયા મળતા જ યુવતી પ્રેમી સાથે આબુ અને પાવાગઢ ફરવા જતી રહી હતી. ગોરવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બંને આરોપીઓ પ્રેમી પંખીડાને ઝડપી પાડ્યા છે. યુવતીએ પ્રેમી સાથે મળી દાગીનાની ચોરી કરી ફરિયાદીના ઘરમાંથી તિજોરીમાં રાખેલા સોના દાગીના તેમજ ચાંદીની પાયલ સહિત કુલ 5.15 લાખની ચોરી થઈ હતી. ઘરમાંથી જ કિંમતી દાગીના ગાયબ થતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન ફરિયાદીના જ પરિવારની યુવતીએ તેના પ્રેમી સાથે મળી ચોરીનું કાવતરું રચ્યું હતું. બંને તકનો લાભ લઈ ઘરમાંથી દાગીના ચોરી કર્યા હતા. છ મહિનાથી બંને લિવ ઈનમાં રહેતા હતા પોલીસે આરોપી યુવતી અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં બંનેએ ચોરી કબૂલાત કરી હતી. બંનેએ ફાઈનાન્સ કંપનીમાં દાગીના ગિરવે મૂકી ₹3.50 લાખની રકમ મેળવી હતી. આ રૂપિયાનો મોજશોખ પૂરા કર્યા હતા. બંને આરોપીઓ રૂપિયા મળતા આબુ અને ત્યારબાદ પાવાગઢ ફરવા ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને છેલ્લા છ મહિનાથી લિવ ઈનમાં રહેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના કુલ ₹5.15 લાખના દાગીના રિકવર કર્યા હતા. જોકે, દાગીના ગિરવે મૂકીને મેળવેલી ₹3.50 લાખની રકમ બંનેએ મોજશોખમાં વાપરી નાખી હતી. ઝડપાયેલા આરોપી
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan