Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

પરિણીતાની નબડી આર્થિક પરિસ્થિતિનો વ્યાજખોરે ફાયદો ઉઠાવ્યો:તારે પત્નીની જેમ રહેવું પડશે કહી રૂ.3 લાખ 14% વ્યાજે આપી બે વખત દુષ્કર્મ આચર્યું, નરાધમ વ્યાજખોરની ધરપકડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 5 views
પરિણીતાની નબડી આર્થિક પરિસ્થિતિનો વ્યાજખોરે ફાયદો ઉઠાવ્યો:તારે પત્નીની જેમ રહેવું પડશે કહી રૂ.3 લાખ 14% વ્યાજે આપી બે વખત દુષ્કર્મ આચર્યું, નરાધમ વ્યાજખોરની ધરપકડ
રાજકોટમાં ઊંચા વ્યાજે લીધેલા ત્રણ લાખ રૂપિયા ચૂકવવાના મામલે વ્યાજખોર દ્વારા પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે, 14% વ્યાજે રૂપિયા આપવાની લાલચ આપી આરોપીએ પરિણીતાને “પત્ની જેવો સંબંધ” રાખવા માટે દબાણ કર્યું અને ત્યારબાદ બે વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા સમગ્ર મામલે થોરાળા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી હુસેન ગોપલાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં 38 વર્ષીય પરિણીતાએ હુસેન ગોપલાણી નામના શખ્સ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, તેના પતિએ રહેણાંક મકાનના રીપેરીંગ કામ માટે હુસેન ગોપલાણી પાસેથી 14% વ્યાજે 3 લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા આપવા માટે આરોપીએ પરિણીતાને કહ્યું હતું કે, “હું રૂપિયા આપીશ, પરંતુ તારે મારી સાથે પત્ની જેવો સંબંધ રાખવો પડશે.” પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે, તેની આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ હુસેને તેના ઘરે અલગ-અલગ સમયે બે વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત સમગ્ર બનાવ અંગે કોઈને જાણ કરશે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, હિંમત કરીને પરિણીતાએ સમગ્ર હકીકત પોતાના પતિને જણાવી હતી. ત્યારબાદ પતિ હુસેનને ઠપકો આપવા પહોંચ્યો હતો. આ સમયે આરોપીએ કથિત રીતે પતિને ગાળો આપી પટ્ટા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2026થી 10 ઓગસ્ટ 2026 દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પરિણીતાની ફરિયાદના આધારે થોરાળા પોલીસે દુષ્કર્મ તેમજ મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. થોરાળા પોલીસના જણાવ્યા મુજબ, ભોગ બનનાર મહિલા ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને આરોપી હુસેન ગોપલાણી રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને છેલ્લા દોઢથી બે વર્ષથી પરિચિત હોવાનું સામે આવ્યું છે. હુસેન છેલ્લા દોઢેક વર્ષથી મહિલાને ઘરેથી કામના સ્થળે લઈ જવા અને પરત મૂકવાનું કામ કરતો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan