top
પતિએ રૂમમાં પૂર્યા બાદ દોસ્તોને અંદર મોકલ્યા, હૈદરાબાદમાં શરણાર્થી પરણિતા પર ગંગરેપ, 4 આરોપીઓ સામે કેસ દાખલ
હૈદરાબાદમાં મ્યાનમારની એક 18 વર્ષીય મહિલાએ પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ દંપતી ભાડાના મકાનમાં રહે છે જ્યાં પતિએ કથિત રીતે પોતાની પત્નીને એક રૂમમાં બંધક બનાવી રાખી હતી. આ ઉપરાંત મહિલાએ તેના પતિના ત્રણ મિત્રો પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર પતિના ત્રણ મિત્રો પર આરોપ છે કે તેમણે છેલ્લા ત્રણ મહિના દરમિયાન આ યુવતી પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી પતિ જે પોતે પણ મ્યાનમારનો છે અને તેના ત્રણ મિત્રો શહેરમાં આવેલા એક શરણાર્થી શિબિરમાં (રિફ્યુજી કેમ્પમાં) રહેતા હતા. પોલીસને આપેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, તેના પતિએ તેને એક રૂમમાં પૂરી દીધી હતી અને ત્યાં પોતાના ત્રણ મિત્રોને મોકલ્યા હતા, જેમણે તેની સાથે યૌન શોષણ કર્યું હતું. મકાનમાલિકને મહિલા રૂમમાં બંધ હાલતમાં મળી આવી 23 ઓક્ટોબરે મકાનમાલિક ભાડું લેવા માટે આવ્યા ત્યારે તેમણે મહિલાને રૂમની અંદર બંધ હાલતમાં જોઈ. તેમણે દરવાજો તોડીને તેને મુક્ત કરાવી. ત્યારબાદ મહિલાએ શરણાર્થી શિબિરમાં રહેતા પોતાના સંબંધીઓનો સંપર્ક કર્યો અને કંચનબાગ પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી. એક અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ બળાત્કાર, ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખવા અને ગુનાહિત ધમકી આપવા સહિતના આરોપો હેઠળ કેસ નોંધ્યો છે. મુખ્ય આરોપી આ વર્ષે મે મહિનામાં મહિલાને બાંગ્લાદેશથી હૈદરાબાદ લાવ્યો હતો, તેની સાથે લગ્ન કર્યા હતા અને તેને ભાડાના મકાનમાં એક રૂમમાં બંધક બનાવી રાખી હતી. પોલીસ હાલમાં આરોપીઓની શોધખોળ કરી રહી છે અને આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે.
Read full article on The Indian Express