Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

'પતિને દારૂની ભઠ્ઠી પર કેમ નથી મોકલતી?':મહેસાણાના બાલિયાસણમાં ઘરમાં ઘૂસી પરિણીતા પર લાકડીથી હુમલો, માથું ફોડી બુટલેગર ફરાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
'પતિને દારૂની ભઠ્ઠી પર કેમ નથી મોકલતી?':મહેસાણાના બાલિયાસણમાં ઘરમાં ઘૂસી પરિણીતા પર લાકડીથી હુમલો, માથું ફોડી બુટલેગર ફરાર
મહેસાણા તાલુકાના બાલિયાસણ ગામે દારૂના ધંધામાં પતિને મોકલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બૂટલેગરે એક ગૃહિણી પર લાકડી વડે પ્રાણઘાતક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ખેતરે જઈ દારૂ ગાળવાની પ્રવૃત્તિમાં ન બોલાવવા ટકોર કરી બાલિયાસણ માધવપુરા વાસમાં રહેતા 26 વર્ષીય પપ્પીબેન અલ્પેશભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ ગામમાં જ રહેતા ધમાજી દોલતસિંહ દરબારના ખેતરમાં દારૂ ગાળવાની ભઠ્ઠી પર જતા હતા. પતિ નિયમિત ઘરે ન આવતા હોવાથી પપ્પીબેન ખેતરે પહોંચ્યા હતા અને ધમાજી દરબારને તેમના પતિને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ન બોલાવવા બાબતે ટકોર કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી મહિલા ઘરે પરત ફરી ગયા હતા. ઘરમાં ઘૂસી ગાળાગાળી કરી લાકડીના ફટકા માર્યા ત્યારબાદ ઉશ્કેરાયેલો ધમાજી દરબાર મહિલાના ઘરે પહોંચ્યો હતો અને પતિને કેમ ભઠ્ઠી પર નથી મોકલતી તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. મહિલાએ ગાળો બોલવાની ના પાડતા ધમાજીએ ઘરમાં પડેલી લાકડી વડે મહિલાના માથામાં અને પીઠના ભાગે સપાટા મારી દીધા હતા. હુમલાને કારણે મહિલા લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા. બૂમાબૂમ થતાં મહિલાના જેઠ અને બહેન દોડી આવ્યા હતા, જેથી હુમલાખોર ધમાજી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. માથામાં ટાંકા આવ્યા, મહેસાણા સિવિલમાં સારવાર ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. આ અંગે લાઘણજ પોલીસે ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે ધમાજી દોલતસિંહ દરબાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan