politics
પત્નીને ત્રણ વાર ‘તલાક’ કહી પતિએ બીજા નીકાહ કરી લીધા:બહુચરાજીમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી, મહિલા બંને બાળકો સાથે પિયર જતી રહી
મહેસાણા જિલ્લાના બહુચરાજી પંથકમાં રહેતી 35 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ બહુચરાજી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ તેના 20 વર્ષ પહેલા પોતાના મામાના પુત્ર સાથે લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને એક 16 વર્ષનો પુત્ર તથા 13 વર્ષની પુત્રી છે. અંદાજે છ મહિના પહેલાં મહિલાને જાણવા મળ્યું હતું કે તેનો પતિ મહેસાણાની એક અન્ય યુવતીના સંપર્કમાં છે. આ બાબતે મહિલાએ પતિ સામે વિરોધ નોંધાવતા ઘરમાં અવારનવાર બોલાચાલી થતી હતી, જેના કારણે મહિલા પોતાના બંને બાળકો સાથે પિયર જતી રહી હતી. પત્નીને ત્રણ વાર તલાક કહીને ત્યાંથી જતો રહ્યો ગત તા. 30 ઓગસ્ટ 2026ના રોજ સવારે આશરે દસ વાગ્યાના અરસામાં, જ્યારે મહિલાના બાળકો શાળાએ ગયા હતા અને તે પોતાના પિતા તથા ભાઈ સાથે ઘરે હાજર હતી, ત્યારે તેનો પતિ ત્યાં આવ્યો હતો. પતિએ કોઈ પણ વાતચીત કર્યા વિના મહિલાને ત્રણ વાર તલાક કહીને ત્યાંથી જતો રહ્યો હતો. પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારબાદ તે જ દિવસે સાંજે મહિલાને જાણવા મળ્યું હતું કે તેના પતિએ મહેસાણાની તે યુવતી સાથે મહેસાણા ખાતે બીજા નિકાહ કરી લીધા છે. કાયદેસરના છૂટાછેડા લીધા વિના જ ત્રણ વાર તલાક બોલીને બીજા લગ્ન કરી લેતા મહિલાએ પતિ વિરુદ્ધ નીકાહનામાની નકલ સાથે પિયરજનોની હાજરીમાં ફરિયાદ નોંધાવી છે.
Read full article on Divya Bhaskar