Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પૂરઝડપે આવતા ઇકો ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી:મહિલાને ગંભીર ઇજા, ચાલક ફરાર;રાધનપુર ચોકડીથી મોઢેરા ચોકડી તરફ અકસ્માત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 15, 2026 👁 1 views
પૂરઝડપે આવતા ઇકો ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી:મહિલાને ગંભીર ઇજા, ચાલક ફરાર;રાધનપુર ચોકડીથી મોઢેરા ચોકડી તરફ અકસ્માત
મહેસાણાના સુખાપુરા વિસ્તારમાં રહેતાં 42 વર્ષીય ચંદ્રિકાબેન ઠાકોર અને તેમની સાથે કામ કરતા હરેશભાઈ દાધીચ ગંગા સાગર પાર્ટી પ્લોટમાં રસોડાનું કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. તે સમયે રાધનપુર ચોકડીથી મોઢેરા ચોકડી તરફ જતા સર્વિસ રોડ પર અર્બન બેંક નજીક આવેલી ચેહર હોટેલ સામેથી પૂરઝડપે આવેલી એક ઇકો ગાડી (નંબર GJ 18 BW 2606) ના ચાલકે તેમની બાઇક (નંબર RJ 02 PS 7677)ને જોરદાર ટક્કર મારી હતી. ઇકોનો ચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો આ અકસ્માતમાં બાઇક પરથી નીચે પટકાયેલા ચંદ્રિકાબેનના શરીર પરથી ગાડીનું ટાયર ફરી વળતા તેમને જમણા હાથે તથા ખભાના ભાગે ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે બાઇક ચાલક હરેશભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી. ઘટના બાદ અકસ્માત સર્જી ઇકો ગાડીનો ચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ આસપાસના લોકોએ 108ને જાણ કરતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે લાયન્સ હોસ્પિટલ મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને આઇસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. બનાવ સંદર્ભે મહિલાની ફરિયાદના આધારે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે ફરાર ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan