Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

પાનવાડી PWD ક્વાર્ટરમાં 1.90 લાખના સોનાના દાગીનાની ચોરી:પરિવાર નવરાત્રિ પૂર્વે ચંદીગઢના અંબાલા વતનમાં ગયો અને તસ્કરોએ બંધ મકાનમાં ધાડ પાડી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
પાનવાડી PWD ક્વાર્ટરમાં 1.90 લાખના સોનાના દાગીનાની ચોરી:પરિવાર નવરાત્રિ પૂર્વે ચંદીગઢના અંબાલા વતનમાં ગયો અને તસ્કરોએ બંધ મકાનમાં ધાડ પાડી
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ PWD ક્વાર્ટસમાં રહેતો પરિવાર નવરાત્રી પૂર્વે પોતાના વતન ચંદીગઢના અંબાલા ગયો હતો તે વેળાએ અજાણ્યા શખસોએ તેમના બંધ મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલા સોનાની ચેઈન, બંગડી, પેન્ડલ, સહિતના કુલ 1.90 લાખની દાગીના ચોરી તસ્કરો ફરાર થયા હતા. જે મામલે નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. પરિવાર વતન અને પ્રવાસે ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરો ત્રાટક્યા ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા PWD ક્વાર્ટર્સમાં રહેતા બિક્રમજીતસિંગ સરદારબચ્ચનર્સિંગ ગોત્રાએ નિલમબાગ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ નવરાત્રીના તહેવાર નિમિત્તે 9 ઓક્ટોબરે પરિવાર સાથે પોતાના વતન અંબાલા (ચંદીગઢ) ગયા હતા. ત્યાંથી 18 ઓક્ટોબરે પરત આવ્યા બાદ 21 ઓક્ટોબરે પરિવાર સાથે જૂનાગઢ અને દ્વારકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન 25 ઓક્ટોબરે ઘરે પરત ફરતાં મકાનમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું. બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરમાં પ્રવેશી સૂટકેસમાં રાખેલી સોનાની ચેઇન, બંગડી, પેન્ડન્ટ અને સોનાના સિક્કા સહિત કુલ ₹1.90 લાખની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે નિલમબાગ પોલીસે અજાણ્યા તસ્કરો સામે BNS કલમ 305(A), 331(3) અને 331(4) મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan