Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાહુલ ગાંધી સામે FIR મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ:નવસારી પાલિકા બહાર પોલીસ સાથે ઘર્ષણ, શહેર-જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 5, 2026 👁 2 views
રાહુલ ગાંધી સામે FIR મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ:નવસારી પાલિકા બહાર પોલીસ સાથે ઘર્ષણ, શહેર-જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત
નવસારીમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ પ્રદર્શન નવસારી મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં યોજાયું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી FIRના વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. તેમણે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને ભારે હંગામો મચાવ્યો. પાલિકા કચેરી બહાર રસ્તા પર પ્રદર્શન થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ કારણે પોલીસે દરમિયાનગીરી કરી અને કાર્યકરોની અટકાયત કરી. વાહનવ્યવહાર ખોરવાતા નવસારી ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને રસ્તો ખાલી કરવા સમજાવ્યા, પરંતુ મામલો ગંભીર બનતા પોલીસે બળનો ઉપયોગ કરવો પડ્યો. મહિલા અને પુરુષ કાર્યકરો તેમજ આગેવાનોને પોલીસે ટીંગાટોળી કરીને પોલીસ વાન અને જીપમાં બેસાડ્યા હતા. તેમને ટાઉન પોલીસ મથકે લઈ જવાયા હતા. પોલીસે ભીડને વિખેરીને પ્રદર્શન અટકાવ્યું અને ટ્રાફિકને ફરીથી ચાલુ કરાવ્યો. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે આ વિવાદ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની સભા પૂરી થયા પછી ભાજપના કાર્યકરો અને આગેવાનોએ તે સ્થળે હવન અને પૂજા-પાઠ કરીને કથિત શુદ્ધિકરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, ખડગે દલિત હોવાથી આવું કરાયું હતું. આ દલિત વિરોધી અને પછાત વિરોધી માનસિકતા સામે દેશભરમાં વિરોધ થયો હતો. રાહુલ ગાંધીએ પુરાવા અને વીડિયો સાથે આ કૃત્ય કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બારોટે વધુમાં આરોપ લગાવ્યો કે, જે લોકોએ આ દલિત વિરોધી કૃત્ય કર્યું, તેમની સામે કોઈ કાયદેસર પગલાં લેવાયા નથી કે FIR પણ નોંધાઈ નથી. તેના બદલે, અન્યાય સામે અવાજ ઉઠાવનારા રાહુલ ગાંધી પર કોમી વૈમનસ્ય અને જાતિવાદ ફેલાવવાનો ખોટો આરોપ લગાવી રાજસ્થાનમાં FIR નોંધી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ સરકાર વિપક્ષ અને જનતાનો અવાજ દબાવવાની નીતિ અપનાવી રહી છે. “2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાંથી સત્તા પરિવર્તન થશે” દીપક બારોટે પ્રજાને આહવાન કરતાં કહ્યું હતું કે, “જો દેશની આટલી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું જાતિગત અપમાન થતું હોય અને તેમને ન્યાય ન મળતો હોય, તો બંધારણમાં સમાન હક ધરાવતા SC, ST, OBC સહિતના તમામ વર્ગોએ આ ભાગલાવાદી રાજનીતિને ઓળખી લેવી જોઈએ. જનતા પાસે 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાંથી આ સરકારને સત્તા બહાર કરવાનો અવસર છે.” જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન મુદ્દે વડાપ્રધાન પર નિશાન નવસારી ખાતે નિર્માણ પામેલા 'નમો કમલમ' કાર્યાલયના ઉદ્ઘાટન અંગે કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાન નવસારી આવે તે આવકાર્ય હોઈ શકે, પરંતુ જિલ્લા કક્ષાના પક્ષીય કાર્યાલયના ઉદ્ઘાટન માટે વડાપ્રધાને આવવું પડે તે ભાજપ માટે નામોશી સમાન છે. આવા કામો મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખના હસ્તે થવા જોઈએ. આ બાબત દર્શાવે છે કે ભાજપની જમીની પરિસ્થિતિ આવનારા સમય માટે કફોડી બની રહી છે, જેના કારણે પ્રચાર માટે નાના-મોટા કાર્યક્રમો ઊભા કરવામાં આવી રહ્યા છે.”
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan