Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

રાજકોટ શહેર પોલીસ બેડામાં મોટા ફેરફાર:એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા વધુ 47 કર્મીઓની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 11, 2026 👁 6 views
રાજકોટ શહેર પોલીસ બેડામાં મોટા ફેરફાર:એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા વધુ 47 કર્મીઓની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક સાથે વધુ 47 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી કુલ 226 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ સહીત અલગ અલગ બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મીઓની બદલી કરવામાં આવી છે અને તમામને તાત્કાલિક છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ 8 લીથા જાહેર કરવામાં આવ્યા તેમાં કુલ 226 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલી કર્મીની બદલી કરવામાં આવી હતી. આ પછી 04.08.2026ના રોજ ચોથો લીથો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ 32 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી હતી. જયારે ગઈકાલે 10.08.2026ના રોજ આજે વધુ 42 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને આજે અલગ અલગ 3 લીથમાં 47 કર્મીઓની બદલી કરવામાં આવી છે જેમાં કેટલાક જુના લીથમાં સમાવિષ્ટને ફરી અલગ પોસ્ટિંગ આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ પણ વાંચો : અગાઉ 169 કર્મીઓની બદલી કરવામાં આવી હતી
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan