Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

રાજકોટના લોકમેળામાં 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ:રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી મેળામાં લોકોની સુરક્ષા માટે 14 વોચ ટાવર ઉભા કરાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 13, 2026 👁 6 views
રાજકોટના લોકમેળામાં 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ:રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી મેળામાં લોકોની સુરક્ષા માટે 14 વોચ ટાવર ઉભા કરાશે
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.2 થી 6 સપ્ટેમ્બર જન્માષ્ટમીનો લોકમેળો યોજવાનો છે ત્યારે અહીં મુલાકાત લેતા અંદાજિત 15 લાખ લોકો માટે 15 થી વધુ સ્થળો પર ફ્રી પાર્કિંગ રાખવામાં આવનાર છે. તેથી લોકોને વાહન પાર્કિંગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મેળામાં 228 સ્ટોલ અને પ્લોટમાંથી રમકડાંના 5 પ્લોટ ડ્રોમાં વેંચાયા ન હતા. જે હવે આપવામાં આવશે. જેની એક સ્ટોલની કિંમત રૂ.45 હજાર છે. રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતી દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં આજથી મેળાના પ્લોટ-સ્ટોલની ડ્રો-હરાજી- બાદ બાકી રહેલા રમકડાના 11 સ્ટોલની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. તેની સાથે જ બી કેટેગરીના રમકડાના તમામ સ્ટોલની ફાળવણી પૂર્ણ થવા પામી છે. લોકમેળાની રંગતને માણવા પ્રતિવર્ષ લાખોની જનમેદની ઉમટી પડે છે જેને લક્ષમાં લઈ આ વખતે પણ 15થી વધુ સ્થળો પર ફ્રી પાર્કીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. લોકમેળામાં બાજ નજર રાખવા માટે 14 વોચ ટાવર ઉભા કરવામાં આવનાર છે. લોકમેળામાં આ વખતે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફત મોનીટરીંગ કરવામાં આવનાર છે.આ ઉપરાંત લોકમેળામાં સ્વચ્છતા જળવાય રહે તે માટે રાઉન્ડ ધ કલોક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. મેળામાં લોકોને ગુણવતાયુકત ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે ખાસ પગલા લેવામાં આવનાર છે.મુલાકાતીઓની સુરક્ષા, ફાયર સેફટી, કોરીડોર સહિતના મુદ્દે વિશેષ પગલા લેવામાં આવનાર છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan