top
રાજ્યમાં વીજ સંકટની અસર, અમદાવાદમાં માત્ર 7 સ્થળે જ રોશની:દિવાળી પર શહેરની ચમક ઘટશે, નગરદેવી ભદ્રકાળી મંદિર અને છ ઓવબ્રિજ પર માત્ર 7 કલાક લાઇટિંગ કરાશે
રાજ્યમાં વીજ સંકટને ધ્યાનમાં રાખીને વીજળી ઉપર કામ મૂકવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીસો દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતી રોશની ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે. શહેરમાં માત્ર છ ઓવરબ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર એમ સાત સ્થળો ઉપર જ લાઈટિંગ કરવામાં આવશે. જે રાત્રે માત્ર સાત કલાક માટે જ રોશની કરવામાં આવશે. સાબરમતી ઉપરના 6 બ્રિજમાં રોશની કરાશે: કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, AMC દ્વારા સાબરમતી નદીના બ્રિજ, શહેરના અલગ અલગ બ્રિજ, અંડરબ્રિજ, ટ્રાફિક સર્કલો અને સરકારી બિલ્ડિંગ ઉપર રોશની કરવામાં આવતી હતી. વર્તમાન પરિસ્થિતિમાં વીજ સંકટને ધ્યાને રાખીને સુભાષબ્રિજ સિવાયના સાબરમતી નદી ઉપરના 6 બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર એમ સાત જગ્યા ઉપર જ રોશની કરવામાં આવશે. સાંજના 7થી રાત્રિના 1 વાગ્યા સુધી જ લાઈટ ચાલુ રખાશે દર વર્ષે લાઈટ સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ હવે સાંજે સાત વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી જ લાઈટ ચાલુ રાખવામાં આવશે. કોઈપણ વ્યક્તિ દ્વારા ઘર, બિલ્ડિંગ કે અન્ય જાહેર સ્થળ ઉપર જો લાઈટિંગ કરવામાં આવશે તો તેનો વિષય રહેશે. શહેરમાં અન્ય કોઈ સ્થળો ઉપર AMC દ્વારા લાઇટિંગ કરવામાં આવશે નહીં.
Read full article on Divya Bhaskar