Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાજ્યની કોલેજોના ગ્રંથપાલોને મોટી રાહત:સરકારી અને બિનસરકારી અનુદાનિત કોલેજોના ગ્રંથપાલો માટે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, વર્ષોથી ચાલી રહેલી માંગને મળી મંજૂરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 3 views
રાજ્યની કોલેજોના ગ્રંથપાલોને મોટી રાહત:સરકારી અને બિનસરકારી અનુદાનિત કોલેજોના ગ્રંથપાલો માટે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, વર્ષોથી ચાલી રહેલી માંગને મળી મંજૂરી
રાજ્યની સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા ગ્રંથપાલો માટે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. કોલેજોના ગ્રંથપાલોની જગ્યાને હવે ‘શૈક્ષણિક સંવર્ગ’માં ગણવા માટે સીધી મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યભરની કોલેજોના ગ્રંથપાલોને મોટી રાહત મળવાની શક્યતા છે. શિક્ષણ વિભાગ દ્વારા 19 ઓગસ્ટ, 2026ના મંજૂર પત્રમાં રાજ્યની સરકારી તથા બિનસરકારી અનુદાનિત કોલેજોની ગ્રંથપાલની જગ્યાઓને શૈક્ષણિક જગ્યાઓ ગણવા અંગે મંજૂરી આપવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગનો અંત વિભાગના પત્રમાં જણાવ્યા મુજબ, સંબંધિત દરખાસ્ત અને અગાઉના વિવિધ સરકારી તથા UGCના ઠરાવો/પરિપત્રોના સંદર્ભમાં સમગ્ર બાબતની વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રંથપાલોને ‘શૈક્ષણિક સંવર્ગ’માં ગણવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. આ મંજૂરી બાદ જરૂરી વહીવટી કાર્યવાહી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે ગ્રંથપાલોની ભૂમિકા વધુ સ્પષ્ટ કોલેજમાં પુસ્તકાલય અને શૈક્ષણિક સંશોધન સંબંધિત કામગીરીમાં ગ્રંથપાલોની મહત્વની ભૂમિકા હોય છે. હવે તેમની જગ્યાને શૈક્ષણિક સંવર્ગ સાથે જોડવામાં આવતા ગ્રંથપાલોના હોદ્દા અને શૈક્ષણિક જવાબદારી અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે. મંત્રીમંડળની મંજૂરીના આધારે નિર્ણય પત્રમાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણય સંબંધિત ફાઇલ પર શિક્ષણ મંત્રીની 11 ઓગસ્ટ, 2026ની નોંધથી મળેલી મંજૂરીના આધારે આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આ અંગે સત્તાવાર મંજૂરી આપતાં હવે આગળની પ્રક્રિયા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીને કાર્યવાહી કરવાની રહેશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan