Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાયગઢના વૈજનાથ મહાદેવને રાંધણ છઠે રંગોળીનો શણગાર:20 કિલો કલરનો ઉપયોગ કરી કરાયો વિશેષ શણગાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 4 views
રાયગઢના વૈજનાથ મહાદેવને રાંધણ છઠે રંગોળીનો શણગાર:20 કિલો કલરનો ઉપયોગ કરી કરાયો વિશેષ શણગાર
સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસને કારણે શિવભક્તોમાં ભક્તિનો માહોલ છે. જિલ્લાના અલગ અલગ શિવ મંદિરોમાં દરરોજ સાંજે ભગવાન શિવને જાતજાતના શણગાર કરવામાં આવે છે. આ દરમિયાન હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે રાંધણ છઠના દિવસે ખાસ શણગાર કરાયો હતો. વૈજનાથ મહાદેવને ઓમભા રાઠોડે રંગોળીના ઘણા રંગો વાપરીને આ ખાસ શણગાર કર્યો હતો. આ શણગારમાં સફેદ, પીળા અને કથ્થાઈ જેવા અલગ અલગ રંગોનો ઉપયોગ થયો હતો. શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના અર્પિત શુક્લાએ ફોન પર વાત કરતા જણાવ્યું કે, બુધવારે રાંધણ છઠના દિવસે લગભગ 20 કિલો રંગોળીના રંગો વાપરીને રંગોળી કરવામાં આવી હતી. આ રીતે વૈજનાથ મહાદેવનો વિશેષ શણગાર કરાયો હતો. રાંધણ છઠના પવિત્ર દિવસે કરાયેલા આ અનોખા શણગારના દર્શન કરવા માટે ઘણા ભક્તો મંદિરે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan