Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Rajasthan : ઝાલાવાડમાં ભયાનક અકસ્માત, દર્શન કરી પગપાળા પરત ફરી રહેલા 4 શ્રદ્ધાળુઓના મોત

📰 Sandesh 🕐 1 min read 📅 August 16, 2026 👁 7 views
Rajasthan : ઝાલાવાડમાં ભયાનક અકસ્માત, દર્શન કરી પગપાળા પરત ફરી રહેલા 4 શ્રદ્ધાળુઓના મોત
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં શનિવાર, 15 ઓગસ્ટની રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના સારોલા વિસ્તારના પાતલા પીર દરગાહ સ્થળ નજીક બની હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અકસ્માતમાં આશરે અડધો ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ મળતી માહિતી મુજબ, કેટલાક શ્રદ્ધાળુઓ પાતલા પીર દરગાહમાં દર્શન કરવા ગયા હતા. શનિવારે મોડી સાંજે તેઓ પગપાળા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વરસાદને કારણે રસ્તા પર કાદવ હતો. ઢાળવાળા રસ્તા પરથી પસાર થતી એક ખાનગી બસ અચાનક બેકાબૂ બની હતી અને રસ્તાની બાજુએ પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં આશરે અડધો ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા રામગંજમંડીના હામિદને તાત્કાલિક ખાનપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અન્ય પાંચ ગંભીર ઈજાગ્રસ્તોને ઝાલાવાડની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રેહાન, અલ્ફેઝ અને તાલિબે પણ દમ તોડી દીધો હતો. એક અન્ય ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે કોટા રિફર કરવામાં આવ્યો છે, જ્યારે એક વ્યક્તિની સારવાર ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે, પ્રાથમિક રીતે વરસાદને કારણે ઢાળવાળા રસ્તા પર કાદવને કારણે બસ બેકાબૂ બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ પણ વાંચો : Karanatakaમાં સોનિયા ગાંધી વિરુદ્ધ BJP નેતાએ નોંધાવી ફરિયાદ, જાણો શું આરોપ લગાવ્યો?
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan