Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Rajkotમાં બંધ રિક્ષામાંથી યુવકની લાશ મળતાં સનસનાટી, આંબેડકરનગર ચોક પાસે ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળ્યો!

📰 Sandesh 🕐 1 min read 📅 September 4, 2026 👁 2 views
Rajkotમાં બંધ રિક્ષામાંથી યુવકની લાશ મળતાં સનસનાટી, આંબેડકરનગર ચોક પાસે ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળ્યો!
રાજકોટ શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આંબેડકરનગર ચોક નજીક આવેલા ખોડિયારનગર શેરી નંબર 17 માંથી એક રિક્ષામાંથી ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રિક્ષામાં યુવક નિશ્ચેત હાલતમાં પડ્યો હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવતાં તુરંત જ આ અંગે પોલીસ અને ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી. ધમધમતા વિસ્તારમાં રિક્ષામાંથી મૃતદેહ મળવાની ઘટનાથી સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માલવિયાનગર પોલીસ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. 108 ની ટીમે પ્રાથમિક તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. માલવિયાનગર પોલીસે તુરંત જ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થાનિક લોકો તથા આસપાસના રહીશો પાસેથી પ્રાથમિક વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી રહસ્યમય મોતનું કારણ શોધવા તપાસ તેજ કરી માલવિયાનગર પોલીસે ભાવેશ નામના યુવકના મૃતદેહનો વિધિવત કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. યુવકનું મોત કુદરતી રીતે થયું છે કે પછી તેની પાછળ કોઈ અન્ય રહસ્ય કે ગંભીર બાબત છુપાયેલી છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો : Amreliના કુંકાવાવમાં ખેડૂતોનો હોબાળો, જન્માષ્ટમી પર્વે વીજ ધાંધિયાથી રોષે ભરાઈ PGVCL કચેરીનો કર્યો ઘેરાવ!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan