Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Rajkotમાં છરી સાથે લેડી ડોનનો આતંક, પૈસાની લેતીદેતીમાં કાકા પર કર્યો હુમલો...!

📰 Sandesh 🕐 1 min read 📅 August 11, 2026 👁 8 views
Rajkotમાં છરી સાથે લેડી ડોનનો આતંક, પૈસાની લેતીદેતીમાં કાકા પર કર્યો હુમલો...!
રંગિલા રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોતાને 'લેડી ડોન' ગણાવતી એક મહિલાનો જાહેરમાં તીક્ષ્ણ છરી (હથિયાર) લહેરાવીને લોકોને ડરાવતો અને ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને સામાન્ય નાગરિકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. પૈસાની લેતીદેતીમાં કાકા અને પરિવાર પર હુમલો પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાકીય લેતીદેતીના જૂના મનદુઃખમાં આ વિવાદ સર્જાયો હતો. આરોપી યુવતીએ પોતાના જ સગા કાકા અને તેમના પરિવાર પર આડેધડ હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. એટલું જ નહીં, ઉશ્કેરાયેલી યુવતીએ કાકાના ઘર બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો દાખલ આ હુમલા બાદ પીડિત કાકા અને તેમના પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકે મહિલા સામે મારામારી, ગેરકાયદે હથિયાર ધારણ કરવા, મિલકતને નુકસાન પહોંચાડવું તેમજ ધાક-ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો : Ahmedabad News : ત્રિરંગા યાત્રાને પગલે AMTS સેવાઓમાં મોટો ફેરફાર, AMC દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan