Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Rajkot: દારૂ શોધી કાઢવા માટે PCB પોલીસને એક-એક ડબ્બો ખોલવામાં કલાકો સુધી ઉઠાવવી પડી જહેમત

📰 Sandesh 🕐 1 min read 📅 August 28, 2026 👁 4 views
Rajkot: દારૂ શોધી કાઢવા માટે PCB પોલીસને એક-એક ડબ્બો ખોલવામાં કલાકો સુધી ઉઠાવવી પડી જહેમત
રાજકોટ શહેરમાં દારૂબંધીના કડક અમલવારી વચ્ચે બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને પ્રોહિબિશનનો માલ ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યા છે. રાજકોટ પીસીબી (PCB) ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસે આવેલી 'શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી' માં શંકાસ્પદ પાર્સલ આવ્યા છે. રાજકોટ PCB ની મોટું ઓપરેશન બાતમીના આધારે પીસીબીની ટીમે ટ્રાન્સપોર્ટ એજન્સી પર ત્રાટકીને શંકાસ્પદ પાર્સલનો કબજો લીધો હતો. જ્યારે પોલીસે પાર્સલ ખોલીને જોયું તો તેમાં ફેસ પેક અને સ્કિન કેર જેલના ટિફિન જેવા દેખાતા પ્લાસ્ટિકના ડબ્બાઓ હતા. બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એટલું સુનિશ્ચિત પેકિંગ કર્યું હતું કે ઉપરથી જોતાં માત્ર સ્કિન કેર જેલ જ દેખાતી હતી. પરંતુ ડબ્બાને ઊંડાણપૂર્વક તપાસતાં અંદર વચ્ચેના ભાગે લાકડાનું ભૂસું ભરીને તેની અંદર દારૂની નાની બોટલો કૌશલ્યપૂર્વક ગોઠવવામાં આવી હતી. ડબ્બા ખોલવામાં કલાકોની જહેમત ઉઠાવવી પડી આ પ્રકારનું ચોંકાવનારું પેકિંગ જોઈને એક સમયે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. માલ બહાર કાઢવા માટે પોલીસે એક-એક ડબ્બો અલગથી ખોલવો પડ્યો હતો, જેમાં કલાકોની જહેમત બાદ રૂ. 2.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.રાજકોટ PCB એ તમામ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને રાજકોટમાં કોણે મંગાવ્યો હતો તે દિશામાં ટ્રાન્સપોર્ટની પહોંચના આધારે મોકલનાર અને મંગાવનાર બંને બુટલેગરોની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો: Surat: અમરોલીના 26.37 કિલો ગાંજા કેસમાં આરોપી બિરેન્દ્રકુમાર ગુપ્તાને 10 વર્ષની જેલ, 1 લાખ દંડ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan