Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Rajkotમાં જાહેરમાં માથાકૂટનો વધુ એક વિડિયો વાયરલ, રૈયા ચોકડી પાસે ગાડી અથડાતાં યુવતીએ મચાવ્યો હંગામો, બેફામ આપી ગાળો!

📰 Sandesh 🕐 1 min read 📅 September 6, 2026 👁 5 views
Rajkotમાં જાહેરમાં માથાકૂટનો વધુ એક વિડિયો વાયરલ, રૈયા ચોકડી પાસે ગાડી અથડાતાં યુવતીએ મચાવ્યો હંગામો, બેફામ આપી ગાળો!
રંગીલા રાજકોટ શહેરમાં જાહેરમાં માથાકૂટ અને વાહનચાલકો વચ્ચે અસહિષ્ણુતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના અત્યંત ધમધમતા રૈયા ચોકડી વિસ્તારમાં ગાડી અથડાવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. રસ્તા પર વાહન વ્યવહાર ચાલુ હતો તે દરમિયાન બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કારમાં સવાર મહિલાઓને યુવતીએ બેફામ ગાળો આપી મળતી વિગતો અનુસાર, રૈયા ચોકડી પાસે બે વાહનો વચ્ચે સામાન્ય ટક્કર થયા બાદ એક યુવતીએ પોતાનો મિજાજ ગુમાવ્યો હતો. કારમાં સવાર અન્ય મહિલાઓ સાથે વાદવિવાદમાં ઊતરેલી આ યુવતીએ કોઈપણ જાતના સંકોચ વગર જાહેર રસ્તા પર જ બેફામ ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. આસપાસથી પસાર થતાં રાહદારીઓ અને અન્ય વાહનચાલકોએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં ઉતારી લીધી હતી, જેમાં યુવતી ઉગ્ર થઈને મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરતી સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો દ્વારા જાહેર સ્થળો પર વધી રહેલા આ પ્રકારના અસભ્ય અને આક્રમક વર્તનની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી રહી છે. ટ્રાફિકથી મશગૂલ એવા રૈયા ચોકડી જેવા વિસ્તારમાં રસ્તા વચ્ચે જ વાહનો ઊભા રાખીને હંગામો મચાવવા બદલ સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. આ વીડિયોના આધારે સ્થાનિક પોલીસે પણ ઘટનાની નોંધ લઈને વીડિયોમાં દેખાતી મહિલાઓ અને વાહનોના નંબરની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : Amreliના રાજુલામાં સરકારી પરિપત્રના લીરેલીરા, તંત્ર અને નેતાઓએ પ્રાંત કચેરીમાં માત્ર ‘ફોટો સેશન’ કરી ચોપડે સફાઈ બતાવી દીધી!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan