Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Rajkot : એકલા વૃદ્ધો બનતા હતા લૂંટારૂ ટોળકીનો શિકાર, પોલીસે 2 લૂંટનો ભેદ ઉકેલી 4 આરોપીને દબોચ્યા

📰 Sandesh 🕐 1 min read 📅 September 1, 2026 👁 4 views
Rajkot : એકલા વૃદ્ધો બનતા હતા લૂંટારૂ ટોળકીનો શિકાર, પોલીસે 2 લૂંટનો ભેદ ઉકેલી 4 આરોપીને દબોચ્યા
રાજકોટમાં એકલા રહેતા અને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. યુનિવર્સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટની 2 અલગ અલગ ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ એકલા વૃદ્ધોને નિશાન બનાવતા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એકલા વૃદ્ધોને નિશાન બનાવતા હતા અને તેમની પાસેથી રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાં લૂંટી ફરાર થઈ જતા હતા. વૃદ્ધોને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતી આ ટોળકી ઝડપાતા પોલીસને મહત્વની સફળતા મળી છે. 2 લૂંટનો ભેદ ઉકેલી 4 આરોપી ઝડપાયા પોલીસે ગૌતમ મકવાણા, હિતેન ગોહેલ, નિલેશ વાઘેલા અને ભરત પરમારની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ સામે લૂંટની 2 ઘટનાઓમાં સંડોવણીની તપાસ ચાલી રહી છે. પોલીસે તપાસ તેજ કરી હતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટની ઘટનાઓ બન્યા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. ટેક્નિકલ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. સોનાચાંદી સહિત 2.87 લાખનો મુદ્દામાલ કબજે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી સોનાચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 2.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે. આરોપીઓ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એકલા વૃદ્ધોને નિશાન બનાવતી ટોળકી પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ ખાસ કરીને એકલા અને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતા હતા. રોકડ અને કિંમતી ઘરેણાંની લાલચમાં વૃદ્ધોને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આરોપ છે. વૃદ્ધો સામે વધતા ગુનાઓ વચ્ચે રાજકોટ પોલીસે આ ટોળકીને ઝડપી પાડી 2 લૂંટના કેસનો ભેદ ઉકેલ્યો છે. જોકે આ ટોળકી દ્વારા અન્ય વૃદ્ધોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે કે નહીં તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો : Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan