crime
Rajkot: ગિફ્ટ ફ્રોડ આચરનાર નાઇજીરિયન માસ્ટરમાઇન્ડ દિલ્હીથી ઝડપાયો,કિંમતી વસ્તુઓની લાલચ આપી આચરતા હતા કરોડોનું ફ્રોડ
રાજકોટ જિલ્લામાં સાઇબર ગુનાખોરી સામે લાલ આંખ કરતી સાઇબર ક્રાઇમ પોલીસને આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાએ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્દોષ લોકોને કિંમતી ભેટ-સોગાદો મોકલવાની અને લોભામણી લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેતી આંતરરાષ્ટ્રીય સાઇબર ગેંગના વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૂળ નાઇજીરિયન નાગરિકની અટકાયત સાઇબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં દરોડો પાડીને મૂળ નાઇજીરિયન નાગરિકની અટકાયત કરી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ નાઇજીરિયન નાગરિક ભારતમાં મેડિકલ વિઝા પર આવ્યો હતો. અહીં આવીને તેણે દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ડેરા તંબૂ તાણ્યા હતા અને પોતાની ગર્લફ્રેન્ડ તથા અન્ય દેશી-વિદેશી સાથીદારો સાથે મળીને સાઇબર ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું હતું. આ આરોપી ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો, જે ભોગ બનનાર ફરિયાદીઓને કઈ રીતે વાતોમાં ફસાવવા અને પૈસા પડાવવા તેની આખી 'ફ્રોડ સ્ક્રિપ્ટ' પ્લાન્ટ કરતો હતો. સુરક્ષા એજન્સીઓ સાથે સંયુક્ત તપાસ રાજકોટ જિલ્લા પોલીસે આ કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જેમની સઘન પૂછપરછમાં આ નાઇજીરિયન સૂત્રધારનું નામ ખુલ્યું હતું. આ ફ્રોડ નેટવર્કમાં ભારત દેશના કેટલાક સ્થાનિક એજન્ટો/આરોપીઓ પણ સામેલ હોવાનું અનુમાન છે, જેઓ બેન્ક ખાતાઓ અને સિમકાર્ડ પૂરા પાડતા હતા. કેસમાં વિદેશી નાગરિકો સંકળાયેલા હોવાથી રાજકોટ પોલીસ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આગળનું મોટું ઓપરેશન ચલાવી રહી છે. આ પણ વાંચો: Gandhinagar: સિવિલ હોસ્પિટલમાંથી 10.23 લાખના સર્જરી સાધનોની ચોરી, સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ
Read full article on Sandesh